________________
૨૩૩
૧૯ સૂત્રાર્થ તદુભયવિધિજ્ઞ–આચાર્યભગવંતે સૂત્રના, અર્થના અને તદુભયના રહસ્યને પામેલા હોય છે, તેથી જ ઉત્સર્ગ–અપવાદને વિસ્તાર પિતે સ્વયં સમજે અને શિષ્યોને સમજાવી શકે છે. અને પ્રસંગ આવે ત્યારે ઉત્સર્ગ અને અપવાદને, શાસનની આરાધના અને પ્રભાવના માટે ઉપયોગમાં લઈ શકે છે.
૨૦ હેદાહરણનિમિત્તનયપ્રપંચજ્ઞ–આચાર્ય ભગવંતે હેતુ, દષ્ટાન્ત, નિમિત્તાદિકારણ અને નિગમાદિનયના વિસ્તારને સમજેલા હોય છે. તેથી જ કલિકાલસર્વજ્ઞ-હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ દેવધિ જેવા દુધરવાદીઓને હરાવીને શ્રીજૈનશાસનની પ્રભાવના કરી શક્યા છે.
૨૧ ગ્રાહણાકુશળ –આચાર્યભગવંતે વ્યાખ્યાન કરતી વખતે અનેક જાતિની યુક્તિઓ દ્વારા ચર્ચાતા વિષયને ખૂબ જ મજબુત બનાવીને શિષ્યને તથા શ્રોતાઓને સંપૂર્ણ રીતે શાસ્ત્રના મર્મ સમજાવીને પ્રતિબંધ પમાડી શકે છે, અને શ્રોતાઓને ધર્મમાં સ્થિર કરી શકે છે.
૨૨ સ્વસમય–પરસમયજ્ઞ –આચાર્યભગવંતે પિતાના એટલે શ્રી જૈનાગમના–પંચાંગીના–પૂર્ણ જાણુબનીને, પરશાના પણ પારને પામેલા હોય છે. અને તેથી જ પિતાના સિદ્ધાંતનું સ્થાપન કરવાપૂર્વક, અન્યમતનું ખંડન કરી, શ્રીજૈનશાસનની પૂર્ણતા સમજાવી શકે છે.
૨૩ ગભીર–શ્રીઆચાર્યભગવંતે મહાગંભીર હોય છે. એટલે પિતાની વિદ્વત્તા વિગેરે શક્તિઓને અજબ રીતે પચાવી શકે છે. શાસ્ત્રોના ઉંડારહસ્યને જેમ પચાવવાની તાકાતવાળા