________________
ર૩૧
૧૬ આસનલબ્ધપ્રતિભા–પ્રતિભાશાળી સૂરિમહારાજને કેઈ પરવાદી તત્કાલ પ્રશ્નપૂછીને, પાછા પાડવા ઈચ્છા રાખે, પરંતુ પ્રતિભાસંપન્ન આચાર્ય જરાપણ ભાયા વિના યુક્તિયુક્ત જવાબ આપી વાદીને નિરૂત્તર બનાવે છે.
આવા દાખલા ઘણા બનેલા છે, તે પૈકી અહીં એક—બે જોઈએ.
એક આચાર્ય મહારાજ પાસે એક વાદીએ આવીને પ્રશ્ન પૂછે, હે જૈનાચાર્ય! તમારા ભગવાન સર્વજ્ઞ હતા, તેમણે સર્વ પદાર્થ જાણ્યા છે, આવું તમારા શાસ્ત્રોમાં લખ્યું છે. તે પછી વિષ્ટાને સ્વાદ કે હેય જરા સમજાવે તે ખરા?
આચાર્ય મહારાજ જણાવે છે કે, ભાઈ! તમે તમારા શાસ્ત્રો ને જરૂર જોયા હશે? અને વિષ્ણુ ભગવાનના ૧૦ ભે પિકી ત્રિીજો અવતાર ભુડને થયે, તે પણ આપના ખ્યાલમાં જ હશે? ભુંડને વિષ્ટા ઘણી જ પ્રિય હોય છે, માટે ત્યાં વિષ્ણુભગવાનને જ રુબરુ મળો અને પૂછે કે વિષ્ટાને સ્વાદ કે હેય છે? બસ, વાદી મૂકબનીને ચાલતે જ થ.
અન્યદા કે જૈનાચાર્ય બહારભૂમિ પધારેલા હતા. ત્યાં પણ કેઈક વિદ્વાન આવી ચડ્યો, અને કાગડાને વિષ્ટા ફેંદ દેખી, જૈનધર્મની મશ્કરી કરતા બોલ્યા, હે જૈનાચાર્ય ! આપ સર્વજ્ઞપુત્ર કહેવાઓ છે, તે ભલા આ કાગડો વિષ્ટા શા માટે ફેંદી રહેલ છે? જરા જ્ઞાનથી સમજીને જવાબ આપે. આચાર્ય કહે છે કે, “ભાઈ ! કાગડાએ એક વખત કેઈક જગ્યાએ પુરાણ વંચાતાં સાભળ્યું હતું કે,
"जले विष्णुः स्थले विष्णुः, विष्णुः पर्वतमस्तके सर्वभूतगतो विष्णुस्तस्माद् विष्णुमयं जगत् ॥"