________________
૨૧૫
તેમ પિતાની એલખાણ જણાવ્યા સિવાય, મહામુનિરાજ ઢંઢણષિ છ માસ સુધી, દ્વારિકામાં દરરોજ એક વાર વહેરવા જતા, પરંતુ ગોચરી મળતી નહિ, એક વખત કૃષ્ણ–વાસુદેવે હાથી ઉપરથી ઉતરી બજારવચ્ચે મુનિરાજને વંદન કર્યું, તે દેખવાથી એકગૃહસ્થને વિચાર આવ્યો કે, અહ! આ મુનિરાજ મહાગુણ જણાય છે. અન્યથા કૃષ્ણવાસુદેવ બજારવચ્ચે વંદના કરે તે બને જ કેમ ? એમ વિચાર કરીને મુનિરાજને બહુ જ આદરપૂર્વક બેલાવી, ગેચરી વહોરાવી. મુનિરાજ પણ અંતરાય ત્રચ્યો સમજીને ગેચરી મેળવી આનંદ પામ્યા, પ્રભુજી પાસે જઈ વંદના કરી, ગેચરી બતાવી. ભગવાન કહે છે, હે દંઢણુ! આ આહાર તમારી પોતાની લબ્ધિથી મલ્યો નથી, પરંતુ કૃષ્ણ-વાસુદેવના બહુમાન અને વંદન જોઈને, ગૃહસ્થને તમારા ઉપર સદ્ભાવ થયા, તેથી મળેલ છે. ઢઢણમુનિરાજ રેષ, તેષ કે દીનતા લાવ્યા વગર, આહાર પરઠવવા ચાલ્યા. છમાસના ઉપવાસ, ભાવનાની વિશુદ્ધિ, પ્રભુ આજ્ઞાને આદર, અને ત્રિકરણગનીશુદ્ધિ થવાથી કેવલજ્ઞાન પામી મેક્ષમાં ગયા.
અંધકમહામુનિરાજ ખંધકમુનિ એક મોટા રાજાધિરાજના પુત્ર હતા. પિતાનું નામ જિતશત્રુરાજા અને માતાનું નામ ધારિણુદેવી હતું, ખંધકકુમાર ભરયુવાનવયમાં ધમષસૂરિની દેશના સાંભળીને સંયમી બન્યા હતા, અવિશ્રાંત છઠ્ઠ– અઠ્ઠમાદિ તપસ્યા કરીને, ઉપર નિરસ આહારનું પારણું કરતા. અને પુનઃ ઉગ્ર