________________
૨૧૩
શકા–જેમનામાં હજી જૈનધર્મ આવ્યો જ ન હોય, તેઓને નમસ્કાર કેમ કરી શકાય?
સમાધાન–જેમ કેઈએ આવતા જન્મનું દેવનું આયુષ્ય બાંધ્યું હોય તે આત્માઓ દ્રવ્યદેવ કહેવાય છે. તે જ પ્રમાણે જેઓ તેજ ભવમાં ચોક્કસ મેક્ષમાં જવાના છે. તે દ્રવ્યસિદ્ધ કહેવાય છે, અને તેઓ પણ “નમો સિદ્ધા' પદમાં અંતભવે છે.
હવે મેક્ષમાં પધારી ગએલા મહાન પુરુષે છેલ્લા ભવમાં કેટલાં ઉચ્ચકેટીનાં સમ્યગદર્શન, જ્ઞાન, અને ચારિત્ર આરાધીને તથા ક્રોધાદિમહાનશત્રુઓ ઉપર વિજય મેળવીને અને કેવા પરિષહ અને ઉપસર્ગો ભેગવીને મેક્ષમાં ગએલા હોય છે તેમાંનાં થોડાં ઉદાહરણે અહીં જોઈએ.
શ્રીઢઢણમુનિ - ઢંઢણુમુનિવર એ ત્રણુખંડના રાજવી કૃણવાસુદેવના પુત્ર હતા, અને ત્રણજગતના સ્વામી શ્રીનેમનાથપ્રભુજીના શિષ્ય હતા. તેઓ મહાત્યાગી, વૈરાગી અને તપસ્વી હતા. એક વાર તે મહાત્માને ગયા જન્મનાં અંતરાયકર્મ ઉદયમાં આવ્યાં, આ વખતે તેઓ ભગવાનની સાથે દ્વારિકાનગરીના નજીકના ઉદ્યાનમાં પધાર્યા હતા. - તેઓ પિતાને સારુ દ્વારિકામાં ગોચરી ફરતા હતા, પરંતુ આખા નગરમાં તેમને નિર્દોષ આહાર મળતું ન હતું. તેથી તેઓ દરરોજ ફરીને પાછા આવતા હતા. છતાં તેઓ મનમાં દીનતારહીત હતા. ભગવાને તેમને કહ્યું કે, “હે વત્સ! તમને લાભાન્તરાયકર્મ ઉદય આવ્યું છે. પછી તે આ મહાસાત્વિકપુરુષે પ્રભુજી પાસે અભિગ્રહ લીધે કે, “મને પોતાની જાતે