________________
૨૨૪
પટ. તેના મોટા ધબકારાથી પક્ષી એકદમ ભડક્યું, અને વિષ્ટાવાટે ચોખા બધા જ નિકળી ગયા. તે જોઈને સેનાના ચિત્તમાં ખૂબ જ દુઃખ ઉત્પન્ન થયું. આ બાજુ મુનિરાજને મારી નાખ્યાની વાત ગામમાં ફેલાણી. જોકે તે વાત કરવા લાગ્યા કે, આ સાધુ તે રાજાના જમાઈ થાય છે. રાજા જાણશે તે જરૂર સનીના આખા કુટુંબને નાશ કરશે. લેકના મુખથી આવી વાત જાણ સેનારે કિટુંબસહિત] દીક્ષા લીધી. (સાધુવેશ પહે) તેટલામાં રાજાના સેવકે આવ્યા. પરંતુ સનીની દીક્ષિત અવસ્થા જઈને પાછા ગયા. મુનિરાજના આવા ઉચ્ચસં. યમથી પોતાનું કલ્યાણ થયું. અને મુનિહત્યા કરનાર પાતકી સનીનું પણ સંયમઆરાધનાના પ્રતાપે કલ્યાણ થયું.
અહીં વીતરાગના મુનિપણની વિશિષ્ઠતા વિચારવા યોગ્ય છે. મુનિશ્રીમેતા શ્રેણિકરાજાના જમાઈ હતા. દેવના મિત્ર હતા. લબ્ધિસંપન્ન હતા. છતાં સોની ઉપર ક્રોધ ન કર્યો અને પિતાના પ્રાણના ભોગે પણ ક્રૌંચ પક્ષીના જીવનનું રક્ષણ કર્યું. પિતાના શરીરની પરવા ન કરી તે જ સ્વપરનું હિત કરી શક્યા.
શ્રીમહાબલરાજર્ષિ મહાબલરાજર્ષિ આ ભરતક્ષેત્રના પૃથ્વીસ્થાનનગરના રાજા સૂરપાળ અને મહારાણી પદ્માવતીદેવીના પુત્ર હતા. મહાસતી મલયાસુંદરી તેમનાં પત્ની હતાં. ક્રમે કરી બે પુત્ર થયા. -
ઘકાળ ગયા પછી બંને પુત્રને જુદાં જુદાં બે રાજ્ય વહેચી આપ્યાં. અને પોતે બંને રાજા-રાણી (મહાબલ અને મલયાસુંદરી) એ દીક્ષા લીધી.