________________
૨૨૫
અને ગુરુમહારાજની સેવામાં રહેતાં અનુક્રમે ગીતાર્થ થયા. ગુરુ આજ્ઞા લઈ એકાકી વિહાર કરતા, એક વખત સહસબળનામના પિતાના પુત્રની નગરીના ઉદ્યાનમાં આવીને, ધ્યાનદશામાં સ્થિર થયા. હવે આબાજુથી આ જ મહામુનિરાજની, ગયા જન્મની પત્ની અને ચાલુ જન્મની ઓરમાનસાસુ કનકાવતી ઘરમાંથી નીકળી જઈ, રખડતી રખડતી, તેજ વનમાં આવી. ત્યાં મુનિરાજ મહાબલ રાજર્ષિને જોયા. પૂર્વને ભારે વૈરાગ્નિ પ્રકટ થયે. મુનિશ્રી તે કાઉસગ્ગ ધ્યાનમાં તલ્લીન જ હતા. એટલે પાપિણ કનકવતીએ, પિતાનું પાપ વધુ પુષ્ટ બનાવવામાટે વનમાંથી કાટ્ટો એકઠાં કરીને, મુનિની ચારે બાજુ ચિતા બનાવી. મહામુનિરાજ આ બધું જોતા હોવા છતાં જરાપણુ ગભરાયા નહિ, અને કનકવતી ઉપર ગુસ્સે પણ થયા નહિ. પિતે પ્રાસમયની આરાધના કરવા લાગ્યા. આ બાજુ અગ્નિભભુ જેમ જેમ મહામુનિરાજનું શરીર બળતું ગયું તેમ તેમ કર્મ પણ બલવા લાગ્યાં, મુનિ ધ્યાનમાં સ્થિર રહી સર્વકર્મક્ષયકરી મોક્ષમાં ગયા.
અહીંએ સમજવા જેવું છે કે, આ મહાત્મા મહા{ તપસ્વી હોવા છતાં, તેમણે ક્રોધ કરી કનકવતીને શ્રાપ આપે નહિ. મરણાન્તઉપસર્ગ જેવા છતાં નાશી ગયા નહિ. તેમજ ગભરાયા નહિ. કંગાલીયત બતાવી નહિ. ઉદ્વેગ પામ્યા નહિ. પિતાના પુત્ર રાજાને આશ્રય પણ લીધે નહિ. અને ઉપસર્ગદશામાં પણ આત્માને જાગૃત રાખીને સંસારને પાર પામ્યા.
આવા મુનિરાજનાં દષ્ટાંતે શ્રીજૈન સાહિત્યમાં પુષ્કળ
૧૫