________________
૨૧૪
પિતાની લબ્ધિથી, નિર્દોષઆહાર મળે તે જ મારે ગ્રહણ કરે, અન્યથા તપોવૃદ્ધિ-ચોવિહાર ઉપવાસ કરવા.” આવી ઉત્કૃષ્ટદશામાં તે મહામુનિરાજને છ માસ વીતીગયા, પરંતુ દ્વારિકા જેવી ધનાઢય અને દાનસંપન્ન નગરીમાં આ મુનિરાજને શુદ્ધગોચરી મળી નહિ.
શંકા- દ્વારિકાનગરીમાં લાખ જૈનેની વસ્તી હતી. બધા મહાશ્રદ્ધાળુ આત્મા હતા. મુનિરાજ પણ કૃષ્ણમહારાજના પુત્ર હતા. છતાં ગોચરી મળી નહિ તે કેમ માની શકાય? - સમાધાન–શ્રીવીતરાગના સાચા આરાધક મુનિરાજે પિતાની ઓળખાણ આપતા જ નથી. એટલે હું અમુકને પુત્ર હવે, અમુકને સગે થા છું, હું છઠ્ઠ-અડ્ડમાદિ તપસ્યા કરું છું, અમુક અભિગ્રહધારી છું, આવું કાંઈ પણ જણથતા નથી. અને દીનતા લાવ્યા સિવાય સાત્વિકભાવ ધારણકરીને યથાદેશકાળ મળેલા આહાર–પાણી, વસ્ત્ર–પાત્ર પામીને રાગ-દ્વેષ વિના જ ભગવે છે.
જેમ દીક્ષિત બનેલા ઘન્નાજી અને શાલીભદ્રજી એકવાર ભગવાન મહાવીરદેવની સાથે રાજગૃહી નગરીમાં પધાર્યા અને પિતાની માતાને ઘેર વહેરવા ગયા. ત્યાં માતા અને પત્નીએાએ, તથા નોકર-ચાકર કે દાસ-દાસીઓએ તેમને ન ઓળખ્યા. એક ક્ષણવાર જ ઉભા રહીને પાછા ચાલ્યા ગયા, પરંતુ ઘરના કેઈ પણ મનુષ્યને પિતાની ઓળખાણ આપી નહિ, આડકતરી રીતે ઓળખાવાને ઉદ્યમ પણ ન કર્યો, પરંતુ બીજી જગ્યાએથી મળેલી ગેચરીથી પારાણું કર્યું અને ભગવાનની આજ્ઞા પામીને વૈભારપર્વતઉપર જઈને અનશન કરી સર્વાર્થસિદ્ધ ગયા.