________________
૨૧૬
તપસ્યા કરતા હતા, તેથી શરીર હાડકાંને માળ થઈ ગયું હતું. ચાલતાં ચાલતાં શરીરનાં હાડકાં ખડખડતાં હતાં, તે પણ મહામુનિરાજ સ્નિગ્ધ કે પુષ્ટઆહાર વાપરતા નહિ. એવા તપસ્વી મુનિરાજ એકવાર વિહાર કરતા, પિતાના બનેવી (ભગિનીપતિ)રાજાની નગરીના નજીકના ઉદ્યાનમાં પધાર્યા, અને કાઉસ્સગ્મધ્યાનમાં રહ્યા. નજીકમાં જ રાજાને મહેલ હતું, પિતે રાજાના શાળા અને મહારાણના ભાઈ થાય છે, તેની જાણું થવા દીધી નહિ, અને આત્મધ્યાનમાં સ્થિર થયા.
આ બાજુ રાજમહેલના ગેખમાં ઉભેલાં, રાણીસાહેબ ઉદ્યાનની શેભા જુવે છે, તેટલામાં પિતાની દૃષ્ટિ મુનિરાજ ઉપર પડી, બેને ભાઈને તે ઓળખ્યા નહિ, પરંતુ મનમાં વિચાર આવ્યા, કે મારે પણ એક જ ભાઈ હતા, તેમણે દીક્ષા લીધી છે, શું તે જ આ નહિ હોય? પણ જે તે જ હેય તે હું તેમની સગી બેન છું, મને જણાવ્યા વિના કેમ રહે? એમ વિચાર કરતાં, એકજ ભાઈ હતા તે પણ સાધુ થઈ ગયા, પિતાનાકુળને નિર્વશ થયે, હવે એક દહાડે પણ પિતાને ઘેર જવાની શાતિ નરહી. આવા વિચારમાં ને વિચારમાં સાધુ સામું જોઈ-જોઈને મહારાણી રડવા લાગ્યાં. આ બનાવ રાજાએ સાક્ષાત જે. રાજાએ ઘણું કરીને આગળ પાછળને વિચાર કરતા નથી. અને ભાવિભાવ પણ તેમ જ હેવાથી, રાજાના મનમાં વહેમ પડ્યો. જરૂર આસાધુ આ રાને પૂર્વ અવસ્થાને જાપુરુષ હવે જોઈએ, અન્યથા રાણુને આટલે રાગ હોય જ નહિ. બસ, તત્કાળ પિતાના ગુપ્તચરને બોલાવીને હુકમ આપે, જાવ! જલ્દી જાવ!