________________
૨૦૨
- આ જીવને લગભગ કુદેવ, અને કુગુરુજ મલ્યા છે. કેઈકવાર વખતે વીતરાગ ભગવાન મલ્યા હોય તે પણ, આ આપણું અજ્ઞાની જીવડે એલંખ્યા જ નહિ. તેથી પૂર્વના મહર્ષિઓ કહે છે કે, આ “અપાર સંસાર સમુદ્રના મહાનિયામક (કેપ્ટન) ભગવાન વીતરાગજ છે તેમને આશ્રય લેવાથી, એટલે તેમના શાસનરૂપ વહાણમાં બેસવાથી, આત્મા ઘણી ત્વરાએ સંસારરુપ સમુદ્રને પાર પામી શકે છે. માટે ભગવાન જિનેશ્વરદેવને મહાનિર્ધામક માનેલા છે.
જેમ કેઈ વેપારી હજાર વાહને લઈને, પરદેશ જઈ દેશદેશાંતરમાં માલ વેચ લે કરે છે. તેને સાર્થવાહ કહેવાય છે. તવા વેપારી પરદેશ જતાં, બીજા પણ નાના-મોટા અનેક વેપારીઓને, આશ્રય આપી સાથે લઈ જાય છે, અને બધી પ્રકારની સગવડ આપીને, નિર્ભય રીતે અભીષ્ટ સ્થાનમાં પહચાડે છે. તેમ ભગવાન જિનેશ્વરદેવ પણ મેક્ષ નગરીના સાર્થવાહ છે. અને ભગવાનને આશ્રય લેનાર ચારે પ્રકારને શ્રીસંઘ તે મોક્ષનગરીને વેપારી વર્ગ છે. છેક સુધી ભગવાનના શાસનરૂપ વહાણને આશ્રય ન છોડે તે મોડા-વહેલા પણ મેક્ષનગરને ચેકસ પામે છે. તેટલા માટે ભગવાનને મહાસાર્થવાહની ઉપમા આપી છે. મહાપ્રભાવક સિદ્ધસેન વાકર સૂરિમહારાજ પણ ફરમાવે છે કે, _ 'भो भो प्रमादमवधूय भजध्वमेन -
मागत्य निर्वृतिपुरी प्रति सार्थवाहं..."
અર્થહે ભાગ્યશાળી સંસારવર્તિ મનુષ્ય ! પ્રમાદનિદ્રાને ત્યાગ કરો અને જાગતા થઈને ચાલો.આ મેક્ષ