________________
૨૦૬
કરનાર હાય છે, પણ પાછળથી સ્વયં ગતિ કરે છે તેમ સિદ્ધભગવંતા પણ શરીરસ્થદશાનાપ્રયોગથી ઉર્ધ્વગમન કરે છે તે પૂર્વ પ્રયાગ કહેવાય છે.
જ્વાળા
જેમ પથ્થર નીચેા પડે છે, વાયુ તિષ્ઠેઓં અગ્નિની ઊંચી જાય છે, તેમ આત્માની સ્વાભાવિક ગતિ ઊંચી જ છે. ઉર્ધ્વગમન એ આત્માના સ્વભાવ છે. તેથી આત્મા શરીરમાંથી નીકળી ઉચા ચાલ્યા જાય છે. અને સિદ્ધસ્થાનમાં પહોંચી સ્થિર થાય છે. તે ગતિપરિણામ કહેવાય છે.
જેમ એર'ડાના દાણેા એરંડાની માળ લીલી હાવાથી અહાર નીકળી શકતા નથી, પરંતુ જ્યારે તે માળ સુકાઈ અને ફાટી જાય છે, ત્યારે એરંડા કુદીને ઊંચા જવા પ્રયાસ કરે છે. તે પ્રમાણે આત્મા પણ કર્માંના બંધનથી છુટા પડી જવાની સાથે એકદમ ઊંચે જવા ગતિશીલ થાય છે. અને છેક સિદ્ધસ્થાનમાં પહોંચી જાય છે. આ મધનòદ્ર કહેવાય છે.
જેમ તુંબડાને ચીકણી માટીના 'હજાર) લેપ લગાવ્યા પછી પાણીમાં નાંખવાથી પાણીમાં ડુબી જાય છે. અને સે જોજન કે હજાર જોજનના ઊંડા દ્રુહમાં તદ્દન નીચે જઈને પડી રહે છે, પરંતુ તે તુંબડા ઉપરના લેપ જ્યારે સથા ધાવાઈ જાય છે. ત્યારે તુંબડું એકદમ ઉપર આવી જાય છે, તે વખતે ગમે તે હજાર ચેાજન હાય કે લાખ ચેાજન હોય, પણ તુંબડુ' અસંગ થઈ ગયું, એટલે ઉપર આવતાં વિલંબ થતા નથી. તેમ આત્મા પણ કના લેપથી મુક્ત થાય, એટલે તુરત જ ઠેઠ લેાકાગ્રે પહેાંચી જાય છે. અને સિદ્ધસ્થાનમાં સ્થિર થઈ જાય છે. તેને જ અસગભાવ કહેવાય છે.