________________
૨૦૫
થાય છે. જેના પ્રતાપથી આત્માને સંસારનું પરિભ્રમણ બંધ થઈ જાય છે. અને જન્મ, જરા, અને મરણને અભાવ થાય છે.
૬ અરૂપીપણું–નામકર્મને સર્વથા ક્ષય થવાથી પ્રકટ થાય છે. જેના પ્રતાપે આત્મામાં ૫, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દને સર્વકાલીન વિગ પ્રકટ થાય છે. - ૭ અગુરુલઘુગુણ-ગોત્રકમનો સર્વથા ક્ષય થવાથી સિદ્ધભગવંતના આત્મામાં પ્રકટ થાય છે. જેના પ્રતાપે આત્માના હળવા-ભારે, નાના–મેટા, નીચ–ઉચ્ચ પર્યાયે બંધ થાય છે. એટલે મનુષ્ય, દેવ, પશુ, નારકી, હલકે, ઉંચે, નીચ, દુષ્ટ, અધમ વિગેરે નામે આત્માને અપાતા હતા, તે સર્વથા બંધ થઈ જાય છે.
૮ અનંતવીર્ય–અંતરાયકર્મને સર્વથા ક્ષય થવાથી સિદ્ધ ભગવંતેના આત્મામાં અનંત શક્તિ પ્રકટ થાય છે. જેના પ્રતાપે આત્માની અનંતકાળની દીનતા ચાલી જાય છે અને સચ્ચિદાનંદ દશા પ્રકટે છે.
આ ઉપરાંત બીજા પણ વીતરાગતા વિગેરે સ્વભાવસિદ્ધ અનંતગુણે પ્રકટ થાય છે.
શકા–સિદ્ધભગવાનનાં આઠે કર્મ ક્ષય થઈ ગયાં અને બધી ક્રિયાઓ નિવૃત્તિને પામી. તે પછી છેલ્લા શરીરમાંથી મોક્ષમાંલેકામાં શી રીતે જઈ શકે? | સમાધાન – પૂર્વ પ્રાગ, ગતપરિણામ, બંધન છેદ અને અસંગભાવ, આ ચાર કારણે આઠ કમથી છુટા થએલા સિદ્ધભગવંતે લેકાગ્રમાં રહેલ સિદ્ધ સ્થાનસ્થ મુક્તાત્માઓમાં ભળી જાય છે.
જેમ ચાકડો, બાણ વિગેરે વસ્તુને પ્રથમ કેઈ પ્રયોગ