________________
૨૦૩
પુરીને સાર્થવાહ જાય છે. તમારે જે મોક્ષપુરીમાં જવું હોય તે આ મહાપુરુષ શ્રીજિનેશ્વરદેવ૫ સાર્થવાહના સાર્થને (શાસનરૂપ વહાણને) આશ્રય સ્વીકારે.
શ્રીજિનેશ્વરના ગુણે, તેમના ચાર નિક્ષેપાનું પ્રમાણ અને તેમના ઉપકારને સંપૂર્ણ ખ્યાલ આવે તે “નમો સિદંતા” ‘પદ અતિ ઉપાદેય થાય. એમાં જરા પણ શંકા જેવું નથી. - ઈતિ “ર મદિંતાપ પંચપરમેષ્ટિમાંના પ્રથમ પદને વિચાર સંપૂર્ણ.
હવે “નમો વિજ્ઞાન પદનો વિચાર કરીએ.
આ જગતની અંદર લેપસિદ્ધ, અંજનસિદ્ધ, વિદ્યાસિદ્ધ વિગેરે ઘણી જાતના સિદ્ધપુરુષ થઈ ગયાના ઈતિહાસ જાણવા મળે છે. પરંતુ નો સિદ્ધ પદને ઉપરના કેઈ પણ સિદ્ધપદની સાથે સંબંધ ન હોવા છતાં વાસ્તવિક સિદ્ધતા કેવી રીતે ઘટી શકે છે તે જાણવા પૂર્વના મહર્ષિઓનાં વચને જોઈએ. "ध्मातं सितं येन पुराण कर्म, योवा गतो निर्वृत्तिसौधमूनि; ख्यातोनुशास्ता परिनिष्ठितार्थो यः सोस्तु सिद्धःकृतमंगलो मे ।१॥"
અર્થ—અનંતકાળથી અત્યાર સુધી બાંધેલા તમામ કર્મ જેણે બાળી અને ભસ્મ કરી નાંખ્યાં છે, જેઓ મુક્તિરૂપ મહામંદિરમાં પધારી ચૂક્યા છે, જે જ્ઞાનિ પુરુષના ચિત્તમાં પ્રસિદ્ધિને પામ્યા છે, જેઓ ભવ્ય જીવોને મોક્ષની દિશાનું સૂચન કરનાર છે, વળી જેનાં સર્વ કાર્ય સંપૂર્ણ થઈ ગયાં છે, તેવા સિદ્ધભગવાન મારૂં મંગળ કરનારા થાઓ.
હવે આપણે આવા ગુણેથી વિશિષ્ટ સિદ્ધભગવાનને