________________
૨૦૦
વિજયજી ગણિવર પધાર્યા છે. તેમની વ્યાખ્યાન શૈલી એટલી સુંદર છે કે, મોરલી ઉપર નાગ ડેલે તેમ તેમના વ્યાખ્યાનથી આખી સભા ડેલે છે.
હમણાના સાક્ષાત્ અનુભવાતા દાખલા પણ, ઉપરની દલીલને જ પુષ્ટ કરે છે. અત્યારના આ કાળમાં જૈનશાસનના વર્તમાન આગમ, પ્રકરણ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેષ આદિના સારા સારા જાણકારે છે. તેમનું અનુભવ જ્ઞાન પણ આશ્ચર્ય પમાડે તેવું હોય છે, છતાં શાસ્ત્ર પારગામીઓની અપેક્ષાએ બહુ ડુ પામેલા, કેટલાક વ્યાખ્યાનકારેની સભાઓ ભરપૂર દેખાય છે, અને શાસ્ત્રપારગામીઓની સભાઓ ઘણું સામાન્ય જણાય છે. એ જ પ્રમાણે ભગવાન જિનેશ્વરદે, સર્વગુણસંપન્ન હોવાની સાથે, મહાપુણ્યવાન પુરુષ હોવાથી, એ મહાપુરુષના જે ભાવઉપકાર, આ ત્રણે જગતમાં કોઈ પણ કરવાને સમર્થ થઈ શકતું નથી.
ભગવાન જિનેશ્વર દે જગતના અજોડ ઉપકારી હોવાથી, તેમના તે મહાન ઉપકાર ગુણને જ બતાવવા માટે, પૂર્વના મહર્ષિઓએ તેમને માટે ચાર વિશેષણ વાપર્યા છે.
મહાગોપ મહામાહણ કહીએ, નિર્ધામક સથ્થવાહ, ઉપમા એહવી જેહને છાજે,
તે જિન નમિએ ઉછાહ રે...ભવિકા !” અર્થ– જેમ ગોવાલ ગાય વિગેરે ધણનું રક્ષણ કરે છે, તેમ ભગવાન જિનેશ્વરદેવ, જગતના ભવ્ય જીવોનું રક્ષણ કરે છે. અને હિંસાના કટકફળે સમજાવી છકાય જેને અભયદાન અપાવે છે, ભવ્ય આત્માઓ પણ, તેમના ઉપદેશથી, જીવ