________________
૧૯૮
સમાધાન— જેમ એક માટી સભા ભરાએલી હાય, ત્યાં કાઈ મનુષ્ય હું સમસ્ત સભાને પ્રણામ કરુ છું એમ બેલે તા, સમસ્ત સભાને પ્રણામ પહોંચે છે. તેમ અહિં પણ નમો રિહંતાĪ' એ પટ્ટમાં બહુવચન હેાવાથી, તેના અર્થ પણ (સ) અરિહાને નમસ્કાર થાએ. એવા થાય છે, એટલે ક્ષેત્ર અને કાળના વિભાગ વિના ખેલાયેલું વાકય, સર્વક્ષેત્ર અને સ કાળના જિનેશ્વરદેવાને બતાવે છે, તેથી એક જ નો દિ સાણં' પદના ઉચ્ચારથી સ ક્ષેત્રના અને સર્વકાળનાનામજિન, સ્થાપનાજિન, દ્રવ્યજિન અને ભાવિજનને નમસ્કાર થાય તે ચુક્તિસ'ગત જ છે.
વલી જેમ દેવ, મનુષ્ય, પશુ અને નારક વિગેરે શબ્દો સક્ષેત્રના અને સર્વકાળના દેવ, મનુષ્ય, પશુ અને નારક વિગેરે-શબ્દોના વાચ્ય-અને સમજાવી શકે છે. તે જ પ્રમાણે ‘નમો અરિહંતાળ’ વાય પણ સકાળ અને સક્ષેત્રના અરિ હું તપદના ચારે નિક્ષેપાઓને જરૂર સમજાવી શકે છે. શકા—સામાન્ય કેવલી અને તીર્થંકર કૈવલીમાં શુ’
તફાવત હાય છે ?
સમાધાન—-સામાન્ય કેવલીમાં જે અસાચાકેવલી હાય છે તેએ, સર્વજ્ઞ હેાવા છતાં કાઈ ને ઉપદેશ આપતા નથી. બીજા કેવલીભગવંતા ઉપદેશ આપે છે, પરંતુ જિનેશ્વરની જેટલા તેમનામાં અતિશયા વિગેરે હાતા નથી, માટે તેમના ઉપદેશ સાંભળવા બહુ જ ઘેાડા મનુષ્યા આવે છે. તેથી સામાન્ય કેવલીના ઉપદેશની અસર બહુ જ થોડી થાય છે. એટલે શ્રીજિનેશ્વરદેવા દ્વારા થતા ઉપકારની અપેક્ષાએ તેઓ આછા ઉપકારી છે.