________________
૧૯૫
બની જાય છે. આથી પ્રભુ મહાવીરદેવને થયેલી પીડા આશ્ચર્ય—અસંભવિતસંભવ' તરીકે થયેલ છે. અને તેથી જ તે દશ આશ્ચર્ય માંહેલું એક આશ્ચય ગણાયું છે.
નમસ્કારમહામંત્રનું પહેલું પદ “નોરતા ઘણુંજ ઉપગથી વિચારાય તે ઉપરના ચારે નિક્ષેપાનું પ્રમાણ બરાબર ધ્યાનમાં આવી શકે
અઢીદ્વીપમાં અતીતકાળમાં અનંતા જિનેશ્વરે થઈ ગયા છે. બધા જિનેશ્વરનાં નામ હતા, એ ચોક્કસ છે. આપણે હમણ જે જિનનામનો જાપ કરીએ છીએ, તે નામે પણ અનંતા જિનેશ્વરદેવને અપાયેલાં–પ્રાપ્ત થયેલાં સંભવે છે. જેમ હમણું પણ મુનિસુવ્રતપ્રભુનાં અને નમિનાથસ્વામીનાં નામે ત્રણે ચોવીશીમાં મળે છે. તેમ બધા જિનેશ્વરદેવનાં નામે પણ અનંતા તીર્થકરોને પ્રાપ્ત થયેલાં હોવાથી નામાક્ષેપ પણ પ્રમાણયુક્ત જ ગણાય.
જેમ ચાવીશ જિનેશ્વરનાં કે અઢીદ્વીપના સર્વ જિનેશ્વરદેવનાં નામે અનંતકાળમાં અનંત થયા, તે જ પ્રમાણે અતીતકાળે પ્રભુ પ્રતિમાઓ પણ અનંતી થઈ હોય એ પણ શકય છે. કારણ કે પ્રભુજીના નામનિક્ષેપ કરતાં, સ્થાપના નિક્ષેપો અત્યારે પણ અનેકગુણે દેખાય છે. તે જ પ્રમાણે અતીતકાળે અનંતી પ્રતિમા થઈ હોય. અને શાશ્વતી પ્રતિમાજી તે અસંખ્યાતીજ હતી, છે, અને રહેવાની. આ રીતે સ્થાપનાનિક્ષેપ પ્રમાણે પિતજ છે. અને એક પ્રતિમાજીને નમસ્કાર કરવાથી અનંતી પ્રભુપ્રતિમાને નમસ્કાર થાય છે. જેમ,
"जंकिंचि नामतित्थं, सग्गे पायालि माणुसे लोए। जाई जिणबिंबाई ताइंसम्बाई बंदामि ॥१॥"