________________
૧૯૩
ભગવાન શ્રીહરિભસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે“માવાવનામપુર-જાનવ-માનવેન...”
અર્થ- દેવેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તીઓ પણ જે જિનેશ્વરદેવને ભાવથી નમસ્કાર કરે છે.
મહાપ્રભાવક શ્રીમાન, ગસૂરિ મહારાજ કહે છે કે, “ પાના તવ ચેત્ર નિદ્ર ! વત્તા પાનિ તત્ર વિવુધાઃ રિલાહપતિ !”
અર્થ–હે જિનેન્દ્ર ! આપના ચરણે જ્યાં પાદ સ્થાપે છે ત્યાં આગળ પહેલેથી દેવે સુવર્ણના કમળોને ગોઠવતા રહે છે. અર્થાત્ શ્રીજિનેશ્વરદે સુરસંચારિત કનકકમલે ઉપર વિહાર કરે છે. - ભગવાન શ્રીજિનેશ્વરદેવમાંથી રાગ, દ્વેષ અને અજ્ઞાનતા તદ્દન ક્ષય પામી ગયેલા હોવાથી, જ્ઞાનાતિશય પ્રકટ થાય છે, તે પણ યુક્તિસંગત છે.
જેમનામાં રાગદ્વેષ અને અજ્ઞાનતા બીલકુલ હોયજ નહિ, તેમના વચને ત્રણે જગતને રૂચે એ પણ વાત બનવા યોગ્ય છે.
આજે પણ સારા ચારિત્રવાળા, બુદ્ધિશાળી, તટસ્થ, અક્ષભમનુષ્યનાં વચને બધા મનુષ્ય માન્ય રાખે છે. ત્યારે ભગવાન શ્રીજિનેશ્વરદેવે તો તદ્દન રાગદ્વેષ વગરના છે, બીલકુલ નિસ્પૃહ પુરુષ છે, સર્વજ્ઞ છે, તે તે મહાપુરુષનાં વચને જગતને રૂચે, એ બનવા લાગ્યા છે. તેથી વચનાતિશય પણ સુસંગત જ છે.
- આખા જગતમાં કિંમતીમાં કિંમતી વસ્તુ વચન છે. વચનોની કિંમત લાખે અને ક્રોડે અંકાઈ છે. મહાકવિઓના અકેક શ્લોક કે ગાથાના રાજામહારાજાઓએ કદર કરીને લાખે કેડે ૧૩