________________
૧૮૮
આ વિશ વિહરમાન ભગવાન ચેત્રીશ અતિશય અને પાંત્રીશ ગુણવાળી વાણીયુકત હોય છે.
શંકા- અતિશય એટલે શું?
સમાધાન- શ્રીજિનેશ્વરદેવેમાં એવા ૩૪ ગુણે ઉત્પન્ન થાય છે કે, આવા ગુણે સામાન્ય મનુષ્યમાં તે શું પણ તેમના સિવાય જગતના કોઈપણ મહાન પુરુષમાં પ્રકટ થતા નથી. અતિ મહાન ચમત્કારી ગુણો તે જ અતિશય.
શંકા-ગુણ શબ્દનો અર્થ શું ?
સમાધાન-વાસ્તવિક ગુણ તેજ કહેવાય છે. કે જે આશ્રિતનું ભલું કરે અથવા ન પણ કરે પરંતુ જે આત્મામાં ગુણ ઉત્પન્ન થયા હોય તે આત્માનું ચેકકસ ભલું કરે તેને
ગુણ કહેવાય છે.
શંકા- આ કાળમાં ઘણું માણસે ગુણ કહેવાય છે. તે તે ગુણે પિતાને કે પરને લાભ દાયક ખરા કે?
સમાધાન- જે ગુણે આત્માની ઓળખાણપૂર્વક પ્રકટ થાય છે, જે ગુણેમાં સમ્યગદર્શનની કે રત્નત્રયીની આગેવાની હિય છે, તેવા ગુણો નાના કે મોટા, એક કે અનેક સ્વપર બંનેના કલ્યાણ કરનારા ચેકકસ બને છે. વળી કઈ ગુણે સમ્યગદર્શન પ્રકટ કરાવે છે, કેઈક ગુણે રત્નત્રયી અપાવે છે તેવા ગુણે પણ વાસ્તવિક ગુણ તરીકે પરિણામ પામનારા જરૂર થાય છે. અર્થાત્ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રનું કાર્ય બનેલા કે કારણ બનેલા ગુણને વાસ્તવિક ગુણો જ કહી શકાય. પરંતુ
જ્યાં સમ્યગ્દર્શનની કે રત્નત્રયીની ઓળખાણ પણ નથી. તેવા ગુણો ગુણાભાસ જ ગણાય છે.