________________
૧૦૪
વિદ્યાધર રાજાકિરણ વેગ ને સુખમય નીતિમય અને ધર્મમય કાળ પસાર થતા હતા. એક દિવસ પિતાના નગરના ઉદ્યાનમાં સુવિહિત ગીતાર્થ આચાર્ય મહારાજ પધાર્યા. અને વનપાળે વધામણી આપી રાજા કિરણગ પરિવાર સહિત મોટા આડંબરથી આચાર્ય ભગવંતને વંદન કરવા ગયે.
પાંચ અભિગમ સાચવવા પૂર્વક વંદન કરીને રાજા ઉચિત સ્થાને બેઠે અને ગુરુમહારાજાએ યોગ્ય જીવ જાણીને સંસારની અસારતામય દેશના આપવી શરૂ કરી,
“પુત્ર મિત્ર દારા તન, માત તાત ઘર કામ; પુણ્ય નાશથી તે સહુ, વિપરીત થાય તમામ. ૧ હવા દવા વૈદ્યો અને, પથ્ય ઘણે પરિવાર, પુણ્ય નાશ થઈ જાય તે, નહિ કે રક્ષણહાર, ૨”
તથા પૂર્વમુનિવરે પણ ફરમાવે છે કે, "नान्तकस्य प्रियः कश्चित् , न लक्ष्म्याः कोपि वल्लभः नाप्तो जरायाः कोप्यस्ति, यूयं तदपि सुस्थिताः ॥१॥"
અર્થ- યમરાજને કઈ સગે નથી. લક્ષ્મીને કઈ વહાલ નથી. જરા [ઘડપણને કેઈ કુટુંબી નથી. તે પણ હે જગતના જીવે તમે કેમ બેદરકાર રહે છે? | મુનિરાજના મુખથી આવાં અનેક વૈરાગ્ય વચને સાંભળીને રાજા કિરણવેગને વૈરાગ્ય ઉત્પન્ન થયા. અને પિતાના પાટવીકુમાર ધરણવેગને રાજ્ય આપી. મેટા આડંબરથી શાસન-પ્રભાવના કરીને. સુગુરુ પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી, અને કર્મશલ્ય નિમૂલ કરવા સારુ ઘણી જ આરાધના કરવા લાગ્યા, તથા