________________
૧૫૪
વિભૂષા કરાવી, હર્ષના ધવલ ગીત ગાયાં. અને પછી સ્વસ્થાને ચાલી ગઈ. એટલે તુરત જ ઈન્દ્રાદિદે આવ્યા. અને પ્રભુને મેરુપર્વત ઉપર પધરાવી, કેડેગમે દેવાસુરોએ મળી ભગવાનને જન્માભિષેક કર્યો. અને પછી માતા પાસે લાવીને મૂક્યા.
સિદ્ધાર્થનૃપતિએ પણ પુત્રજન્મને માટે મહોત્સવ કર્યો. નગરવાસી અને દેશવાશી મનુષ્યોને ખાનપાન તથા રમતગમતની ઘણું સગવડે આપી. કેદખાનામાંથી સર્વ કેદીઓને છોડી મૂક્યા. દીન, દુઃખી, અનાથને સુખી બનાવ્યા. યાચક લકોને ઘણું દાન આપ્યું. પ્રભુના જન્મથી બારમા દિવસે કુટુંબ-પરિવાર-મિત્રાદિને નિમંત્રણ આપી, મેલાવડે કરી.. કુમારનું ગુણનિષ્પન્ન વર્ધમાનકુમાર નામ આપ્યું.
કલ્પવૃક્ષની પેઠે વૃદ્ધિ પામતા ભગવાન વર્ધમાનકુમારની દેએ બાલ્યાવસ્થામાં પરીક્ષા કરી, અને મહાવીર એવું નામ આપ્યું. કેમે કરીને યૌવનવય પામેલા કુમાર વર્ધમાનનું યશે દાનામની રાજકુમારી સાથે પાણિગ્રહણ થયું. દેવ જેવા સુખે ભેગવતાં પ્રભુને પ્રિયદર્શના નામની પુત્રી થઈ તેને જમાલીનામના રાજકુમાર સાથે પરણાવી. ભગવાનની અઠયાવીશ વર્ષની વય થતાં માતા-પિતા કાળધર્મ પામી દેવલોક ગયાં. પછી પણ વડિલબંધુ નંદિવર્ધનના અત્યાગ્રહથી પ્રભુજી બધા આરંભસમારંભનો ત્યાગ કરીને લગભગ મુનિદશા જેવું જીવન જીવવાપૂર્વક વધુ બે વર્ષ સંસારમાં રહ્યા. અને દીક્ષાદિનથી અગાઉ ૧ વર્ષ પહેલાં વર્ષીદાન આપવું શરૂ કર્યું.
વર્ષીદાનનું વર્ણન પ્રતિ દિવસ ભગવાન ૧ ક્રેડ અને ૮ લાખ સેનામહોરનું