________________
૧૫૭
લાવ્યા વિના સહન જ કરી.
ભગવાનનું આટલું મોટું ધેર્ય નિહાળીને દેવે બધી પીડાએ સંહરી લીધી. અને પ્રભુના ચરણમાં પડી ક્ષમા માગી. પ્રભુ પાસે પૂજા, નૃત્ય, ગાન કરી પોતાના સ્થાને ગયો.
ત્યાર પછી પ્રભુજી વિહાર કરતા શ્વેતાંબી નગરી જતા. હતા. રસ્તામાં ઘણા માણસે એ પ્રાર્થના કરી કે હે પ્રભુજી! આ માર્ગ બહુ ઉપદ્રવ વાલે છે. અહિં એક મહાભયંકર સર્પ રહે છે. તેણે ઘણા માણસેના પ્રાણ લીધા છે. તેથી હમણાં આ માર્ગ બંધ થઈ ગયા છે. માટે આ માગે આ૫ જશે નહીં. છતાં પ્રભુજી જરાપણ મુંઝાયા સિવાય માર્ગના મુસાફરોના ભલાની, ખાતર અને નાગના પરલોકને સુધારવાની ખાતરતે બાજુ પધાર્યા- પ્રભુજીને આવતા જોઈને સર્ષને ક્રોધ ઉછલી ઊઠયો.. કુતરાની માફક દેડતે આવી સૂર્ય સામી દષ્ટિ-કરીને ભગવાન. ઉપર દૃષ્ટિવાલા ફેંકી અને પોતે પાછે ખસવા લાગ્યા. પરંતુ ભગવાન પડી ગયા નહિ, એટલે ફરીવાર દષ્ટિજવાલા મુકી. પરંતુ ભગવાન અપ્રકંપ જ રહ્યા, એટલે ઘણે ક્રાધાન્ય થઈ પ્રભુજીના પગ ઉપર શ્વાનની પેઠે કરડવા ચૅટયો, તેથી પ્રભુજીના પગમાંથી તરુધિરની ધારા નિકલી. તે જોઈ નાગને આશ્ચર્ય થયું. આખા જગતના મનુષ્યનું રુધિર લાલ હોય છે, જ્યારે આ શ્વેત કેમ ? આવી મુદ્રા મેં ક્યાંક અનુભવી જણાય છે ?
એટલામાં પ્રભુજી બોલ્યા, બુઝ! બુw! ચંડકેશિઆ. બસ, આ વાક્ય સાંભળતાંજ સપને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના મુનિ, જ્યોતિષ્કદેવ અને તાપસાધિપતિના ભવે યાદ આવ્યા. ધના પરિણામે સર્પપણું મળ્યું એમ સમજાણું.