________________
૧૬૮
ધ્યાન ગમે છે, તે મેડો-વેલે જરૂર વીતરાગ થાય છે.
આપણે છેલ્લા બે જ તીર્થકરેદેવનાં અને તે પણ બહુ સંક્ષેપમાં જીવન વિચાર્યા. તેવા જ બીજા જિનેશ્વરદેવે આ અવસર્પિણી કાળમાં આ ભરતક્ષેત્રમાં ૨૪ થયા છે. તે અને સર્વક્ષેત્ર અને સર્વકાળમાં થયેલા અનંતા જિનેશ્વરદેવના નામાદિ નિક્ષેપ વિગેરે વિચારતાં કેટલું ફલ મલે? તે સમજણ સંપૂર્ણજ્ઞાની વિના કેઈ બતાવી શકે જ નહી.
શ્રીજિનેશ્વરદેવના નામાદિ ચાર પ્રકાર "नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिदपडिमाओ दव्वजिणा जिणजीवा भावजिणा समवसरणत्था ॥ १ ॥"
અર્થ_શ્રીજિનેશ્વર દેવના સામાન્ય [ અરિહંતાદિ] અને વિશેષ [ 2ષભાદિ] નામને નામનિક્ષેપમાં સમાવેશ થાય છે. શાશ્વતી–અશાશ્વતી પ્રતિમાને પ્રતિમા–સ્થાપના નિક્ષેપામાં સમાવેશ થાય છે તથા અતીકાલે મેક્ષમાં ગએલા તથા ભવિષ્યમાં મોક્ષે જનારા જિનેશ્વરદેવને દ્રવ્યનિક્ષેપામાં સમાવેશ થાય છે. અને કેવલી થઈને હાલ વિચરી રહેલા (શ્રીસીમંધરસ્વામિ જિનેશ્વરપ્રમુખ ૨૦) પ્રભુજીનો ભાવનિક્ષેપામાં સમાવેશ થાય છે.
શ્રી જિનેશ્વરદેવનાં સામાન્ય નામો. અરિહંત, જિન – પારંગત -ત્રિકાલવિત્ ક્ષીણાષ્ટકર્મા– પરમેષ્ઠી–અધીશ્વર–શંભુ–સ્વયંભૂ-ભગવાન– જગદીશ્વર–પરમાત્મા–પરમાર્થદશી–તીર્થકર-જિનેશ્વર-સ્યાદ્વાદી– અભયદાનદાતા–સર્વ-સાર્વ–વીતરાગ–ચિદાનંદ-પરમતિ સર્વદશ– અભયંકર-નિર્વાણું–-કેવલજ્ઞાની–બોધિદ-દેવાધિદેવ-દેવસ્વામીઆદિકર-સ્વયંબુદ્ધ-પુરુષેત્તમ–લેકમત્ત–લેકનાયક-ધર્મનાયક