________________
એટલા જ સારૂ ચૌઢપૂર્વધર એવા ગણધર મહારાજાએએ પણ તેમને નીચે મુજબ વિશેષણથી વર્ણવ્યા છે.
'जिणाणं जावयाणं, तिन्नाणं तारयाणं' અથ–પતે આંતર શત્રુઓને જિતેલા-અને અન્યને જિતાવનારા-પોતે સંસાર સમુદ્રને તરેલા અને અન્યને તારનારા. ઉપરોક્ત ૧૮ દે તે જ અત્યંતર શત્રુઓ જાણવા.
શંકા-તીર્થકર કોને કહેવાય?
સમાધાન-શ્રીજિનેશ્વરદે સર્વબનવાની સાથે જ, તેમના પુણ્ય અને ગુણથી આકર્ષાઈને, લાખે, કોડે દેવે અને મનુષ્ય તે પ્રભુની વાણું સાંભળવા આવે છે, અને પ્રભુજી સંસારની સંપૂર્ણ અસારતા બતાવે છે, જે સાંભળવાથી ઘણા બુદ્ધિશાળી મનુષ્ય પ્રતિબંધ પામે છે, અને તે મહાપુરુષે સંસારને એટલે રાજ્ય, લક્ષ્મી, પત્ની, પરિવારને ત્યાગ કરીને પ્રભુજી પાસે સંજમ ગ્રહણ કરે છે. ભગવાન તેમાંથી જે ઓ ગણધરપદને વ્ય હોય તેમને “scpજો વા, વિખેર વા, યુવે રા' આ ત્રણ પદે આપે છે. જેના અવલંબનથી બીજબુદ્ધિના નિધાન મહાપુરુષે દ્વાદશાંગી અને ચઉદપૂર્વની રચના કરે છે. અને પ્રભુજી સાધુ, સાધ્વી, શ્રાવક, વિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.
ગણધર પદની સ્થાપના, દ્વાદશાંગીની રચના અને ચતુ વિધસંઘની સ્થાપના આ ત્રણે બાબતેનું નામ તીર્થ કહેવાય છે. આ તીર્થને પ્રભુજી કરે છે, માટે તેઓ તીર્થકર કહેવાય છે.
શંકા-સર્વશ કોને કહેવાય? સમાધાન-પ્રભુ દીક્ષા લઈ ત્યાગ અને તપસ્યાની ટોચ સુધી