________________
૧૮૪
પહોંચે છે, ઘેર પરિષહ સહન કરે છે, દેવ–મનુષ્ય અને પશુઓ દ્વારા કરાએલા ઘોર ઉપસર્ગો સમતાથી ખમે છે, અતિ કઠીન અને અચિંત્ય અભિગ્રહો એટલે પ્રતિજ્ઞાઓ ધારણ કરે છે તથા સદાકાળ જાગૃત રહે છે, એટલે કે દિવસ–રાત્રિ નિદ્રા લેતા નથી, રાગ-દ્વેષ અને ક્રોધાદિને ત્યાગ કરી સર્વકાળ ઔદાસીન્ય દશામાં રહીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહ નીય અને અંતરાય, આ ચારે કર્મને નિમૂલ નાશ કરે છે. બસ, આ ચાર કર્મને ક્ષય થતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રકટ થાય છે. જેના પ્રકાશથી પ્રભુ સંપૂર્ણ લેકાલકને જાણે છે. જીવ-અજીવ, દ્રવ્ય-ગુણ-પર્યાય, સંપૂર્ણ ભૂતકાલ, ભવિષ્ય કાળ અને વર્તમાનકાળ, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય, આકાશકાલ-પુદ્ગલ અને સર્વજીરુપ દ્રવ્યોને સંપૂર્ણ જાણે છે.
ચારગતિના-ચોરાસી લાખ નીના સર્વ જીના જન્મ-જરા-મરણ-રોગ-શોક-દુઃખ-દુધ્ધન વિગેરે બધું જ પ્રભુ જાણે છે. કઈ પણ પદાર્થ કે ભાવ એ નથી કે, જેને પ્રભુ ન જાણતા હોય. સર્વ વસ્તુને જાણે છે, માટે જ પ્રભુજી સર્વજ્ઞ કહેવાય છે.
શંકા-વિતરાગ એટલે શું ?
સમાધાન-જે કે પ્રભુજી સમક્તિ પામે છે તે જ ભવથી, વીતરાગતાને અભ્યાસ શરૂ થાય છે. અને સમક્તિપ્રાપ્તિ અને મેક્ષપ્રાપ્તિના અંતરમાં જેટલા મનુષ્યના ભવ પામે છે, તેમાં પ્રાયઃ સંજમ જરૂર આદરે છે, તેમાં પણ વીતરાગતાની જ આરાધના કરતા હોય છે. જગતના બીજા મુમુક્ષુઓના સંજમ કરતાં તીર્થકર થનાર આત્માઓનાં સંજમ ઘણાં ઉચ્ચાં હોય