________________
૧૭૮
મોટાભાગે જગતના મનુષ્ય ગુણથી પૂજાતા નથી, પરંતુ ગયા જન્મના પુણ્યથી જ પૂજાય છે. જગત આખું પુણ્યવાન મનુષ્યની પાછળ જ પાગલ બનેલું છે. પુણ્યવાન મનુષ્યના આચરણોમાં પહાડ જેવડી ભૂલ હોવા છતાં, કંચનકામિનીમાં ગરકાવ થઈ ગએલા, ગાંડા ભક્તો ક્યારે પણ જોતા કે વિચારતા નથી, જ્યારે બીજી બાજુ ઘણું આચરણવાળા અને મહાગુણી આત્માઓ હેવા છતાં તેમને કેઈ ઓળખતું યે નથી. તેમની યશગાથા ગવાતી નથી તેમના પ્રતિમાજી કે ફેટા બનતા નથી. તેમના જીવનચરિત્ર લખાતાં નથી. એટલે વાસ્તવિક રીતે ગુણગુણની પરીક્ષા અજ્ઞાની જગત કરી શકતું ન હોવાથી, અજ્ઞાની મનુષ્યોમાં પૂજાએલા ભલે કેડેના પૂજ્ય કહેવાયા હોય, તે પણ તેવા આત્માએ ભગવાન થવાને યોગ્ય નથી. એટલું જ નહિ પરંતુ તેવાઓ સુગતિમાં પણ જાય કે કેમ, તે પણ શંકાસ્પદ છે. કેઈ કવિરાજ કહે છે કે, કબીક કાજી, કબહીક પાજી,
કબીક હુઆ અપભ્રાજી; કબીક જગમેં, કીરતિ ગાજી,
સબ પુદ્ગલકી બાજી.) માણસ કઈ વાર ગુરુ બને છે, કેઈવાર પાગલ બને છે કેઈવાર અપભ્રાજના એટલે નિન્દાને પામે છે અને કેઈવાર ઘણી કીર્તિ પણ મેળવે છે. પરંતુ આ બધું ચાલું એક ભવ પુરતું જ અને પૌદ્દગલિક છે. મરીને આત્મા કઈ ગતિમાં ચાલ્યું જાય તેને નિર્ણય નથી.
એટલે “મો રિહંત પદવડે આખા જગતની શાશ્વતી