________________
૧૭૬ અરવતની અપેક્ષાએ મહાવિદેહમાં જિનપ્રતિમાજીઓ પણ મેટર સંખ્યામાં હેવી સંભવિત છે. કારણ કે, જ્યાં આરાધનાની સમજણ વધારે હોય, ત્યાં આરાધનાની સામગ્રી પણ વધુ હોય જ. શંકા-પ્રતિમાઓ શાની હેય, કેવી હોય અને કેવડી હોય?
પ્રતિમાજી ધાતુની, કાષ્ઠની, પાષાણની, લેપની, હીરાની, માણેકની, મેતીની, રત્નની, પન્નાની, રજતી, સુવર્ણની, દાન્તની, વિગેરે અનેક વસ્તુની બને છે. તે ઘડેલી, ચણેલી, ગુંથેલી, ચીતરેલી એમ અનેક રીતે બનેલી હોય છે. પ્રતિમા જનું માપ એક આંગુલથી પ્રારંભી ૫૦૦ ધનુષ સુધીનું હોય છે.
શકા–જે મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવંતે અને કેવલી ભગવંતે સદાકાલ વિદ્યમાન હોય છે તે પછી તે ક્ષેત્રમાં પ્રભુજીની પ્રતિમાઓ કરાવવાની જરૂર શી?
સમાધાન–જેમ ગાંધીજી, જવાહર અને સરદાર પટેલ વિગેરે દેશનેતાઓ હૈયાત હોવા છતાં તેમના હજારે ગમે ફેટાઓ જગતમાં ખુણેખુણે મુકાયેલા નજરે પડે છે, તેનું કારણ એ જ છે કે, લેકેને તે વ્યક્તિઓ ઉપર ઘણે રાગ છે માટે પાંચદશ ફેટાઓ એકેક ઘરમાં હોય છે. આ બધા તે ગયા જન્મના પુણ્યથા જ પૂજાય છે. જ્યારે શ્રીજિનેશ્વરદેવમાં તે મહાપુણ્યના ઉદયની સાથે અનંત ગુણોને પણ ઉદય સાક્ષા–પ્રગટપણે દેખાય છે. શ્રીમાન સિદ્ધસેન દિવાકરસૂરિજી પણ ફરમાવે છે કે, ___"मोहक्षयादनुभवन्नपि नाथ! मयों,
नूनं गुणान् गणयितुं न तव क्षमेत..." અર્થ હે નાથ ! સાક્ષાત્ કેવલજ્ઞાનને અનુભવ કરનાર જ્ઞાની પણ તમારા ગુણનું વર્ણન કરવાને સમર્થ નથી.