________________
૧૭
એટલે સામાન્ય મનુષ્યની હૈયાતીમાં જ તેમની પ્રતિ-. માઓ અને ફોટાઓ પૂજાય છે. તે પછી સર્વજ્ઞભગવાનની હૈયાતિમાં સર્વજ્ઞપ્રભુજીની પ્રતિમાઓ અને ફોટાઓ ઘણું હોય, ઠામ ઠામ હોય તેમાં વાંધે છે છે?
વલી સર્વજ્ઞ ભગવંતે જ્યાં હોય ત્યાં એક દેશમાં જ હોય છે. અને આખી દુનિયામાં રહેલા ભક્ત લોકોને તેમનાં દરરોજ દર્શન થઈ શકે નહિ, તેથી તેમની પ્રતિમા કે ફટાઓ તેઓ રાખે એ વ્યાજબી જ છે. વલી પ્રતિમાના દર્શન આત્મા અને પરમાત્માને સાક્ષાત્કાર કરાવે છે. તેથી ઘણા શ્રદ્ધાળુ આત્માઓ ગામમાં કે પળમાં ચૈત્ય હોવા છતાં પિતાના ઘરમાં પણ ચૈત્ય અને પ્રતિમાજી રાખે છે. તેથી જ્યારે તીર્થકરેની હાજરી હોય તે ક્ષેત્રમાં કે તે કાળમાં પ્રતિમાજી ન હોય, એમ માનવા કરતાં ઘણું જ સંખ્યામાં હોય તેમ માનવું વધારે યુક્તિયુક્ત છે.
શકા–આખા જગતમાં જેમની ઘણી માન્યતા હોય, જેમની ઘણી કીર્તિ હોય, જેમના હજારો ભક્ત હોય, તે બધા ભગવાન જેવા ગણાય કે નહી ?
સમાધાન–જે આત્માઓને તત્તાતત્વનું જ્ઞાન નથી, જેમનામાં પરીક્ષા કરવાની શક્તિ નથી તેવા અજ્ઞાની હજારે, લાખે, કેડો કે અબજોની સંખ્યામાં ભલે દે હે કે મનુષ્ય હેય, પરંતુ તે સાચા પરીક્ષક નથી. વલી પૌગલિક રાગથી પ્રભુને ભજનારા સાચા પરીક્ષક થઈ શકતા જ નથી. તેથી સર્વજ્ઞ વીતરાગની પરીક્ષા સર્વજ્ઞપણની અને વિતરાગપણાની સાવ નજીકમાં પહોંચેલા હોય તે જ કરી શકે છે.