________________
૧૭૫
લાખોની સંખ્યામાં નાશ કર્યો છે. છતાં તે નાશ પામેલી અને અત્યારે વિદ્યમાન પ્રતિમાની ગણતરી કરતાં હજુ બાકીની લાખોની સંખ્યામાં પ્રતિમાઓ જમીનમાં કે પાણીમાં હેવાનું માનવું જોઈએ.
હાલ આ ક્ષેત્રમાં વિદ્યમાન પ્રતિમાજી પ્રાયઃ દેઢ લાખની આસપાસ હોવાનું કહી શકાય. તેમાં મુખ્યતાએ શ્રી શત્રુંજય, ગિરનાર, આબુજી, એ ત્રણતીર્થો, અને અમદાવાદ, પાટણ, જેસલમેર, સુરત, ખંભાત, ભરુચ, વડેદરા, મુંબાઈ, જામનગર, મહુવા, તળાજા, કદંબગિરિ, રાધનપુર, થરાદ, બીકાનેર, ભાવનગર, ઘોઘા, વળા, શહાર, ઈડર, જોધપુર, ઉદયપુર, સાદડી, રાણકપુર, ધાણેરાવ, નાડલાઈ, નાડેલ, વરકાણા, વાલી, શિવગંજ, સાંડેરાવ, ફલોધી, દેલવાડા, ચિતડ, કરેડા, ઉજ્જૈન, રતલામ, મક્ષી વિગેરે સ્થાનમાં પ્રતિમાજી વધુ પ્રમાણમાં વિદ્યમાન છે.
શત્રુંજયગિરિરાજની અલખદેઉલ ગુફા અને ગિરનારની કંચનબલાહક ગુફામાં અત્યારે પણ ઘણાં પ્રતિમાજી હવાને સંભવ છે. જે હાલ અગોચર છે.
જેમ આ ભરતક્ષેત્રનાં પ્રતિમાજીની વાત જણાવી તે પ્રમાણે બીજાં ચાર ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવતક્ષેત્ર છે. એ સર્વ ક્ષેત્રોમાં જિનાલયે અને પ્રતિમાજીની સંખ્યા વિગેરે બધી વ્યવસ્થા લગભગ આ ભરતક્ષેત્ર જેવી જ તેમનાએલી) છે. એ સિવાય પાંચ મહાવિદેહક્ષેત્રો છે. તે પાંચ ક્ષેત્રે, ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર થકી ઘણું જ મોટાં છે. વલી લેકસ્વભાવથી જ મહાવિદેહક્ષેત્રમાં જિનેશ્વદેવોની અને જ્ઞાની મુનિરાજેની સદાકાળ હાજરી હેવાથી ધર્મ પણ અવિચ્છિન્ન રહે છે. એટલે ભરત અને