________________
૧૬૭
બધાજ ગુણો પ્રગટ થાય છે. પ્રભુશ્રી મહાવીરદેવ સમ્યગદર્શન,જ્ઞાન –ચારિત્રની અપૂર્વ આરાધના દ્વારા બાર વર્ષ, છ માસ અને પંદર દિવસે કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા.
જેમને પ્રતાપ સૂર્ય કરતાં પણ અનેકગણે છે. જેમની સૌમ્યતા અનેક ચંદ્રોથી પણ વધી ગઈ છે. ધીરતા મેરુથી પણ અનેકગણું છે. જેમની ગંભીરતા સમુદ્ર કરતાં અધિક છે. તે શ્રીવીરપ્રભુ સર્વકર્મને ક્ષય કરીને કાર્તિક [ ગુજરાતી આસે] વદિ અમાવાસ્યાએ મુક્તિપદને પામ્યા. સર્વકર્મોથી છૂટા થયા. સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ સુખના ભક્તા બન્યા. ચપલતાને નાશ થઈ સ્થિરભાવ પ્રકટ થયે. ચોરાસી લાખ નિનાં ભ્રમણ અને મુસાફરી બંધ થઈ. જન્મ–જરા-મરણનાં દોરડાં ટૂટી ગયાં. શારીરિક અને માનસિક વ્યાધિમાત્રને અંત થયો. બાહ્ય અત્યંતર શત્રુઓ નાબુદ થયા. વાસનાઓના બધા જ વેગ શમી ગયા. અને સંપૂર્ણ સચિદાનંદમયદશા પ્રકટ થઈ.
પ્રભુ શ્રી પાર્શ્વનાથસ્વામીના અને ભગવાન શ્રી મહાવીરદેવના છેલ્લા ભનાં વર્ણને જાણવાથી આપણને ચેકકસ સમજાવું જોઈએ કે, શ્રી અરિહંતદેવના આત્માઓ કેટલા બધા પવિત્રતાથી ભરેલા અને ગુણગણોની ખાણ હોય છે કે, જેમનું જીવન સંપૂર્ણ વાંચવાથી આપણી પણ કેટલીએ કુટે નાશ પામવા માંડે છે. એટલા જ માટે જ્ઞાનિઓએ કહ્યું છે, કે, “વીતરાગનો થાયન્ મનસે વીતરાગતાં” જેમ કામિનીનું દયાન કરનાર કુગતિ પામ્યા વિના રહેતો નથી. તેમ વીતરાગનું ધ્યાન કરનાર મુક્તિ પામ્યા વિના રહેતો નથી. જેને વીતરાગનું