________________
૧૧.
થઈ ગયા સંભવે છે. એટલે કે, તે શ્રીત્રાષભાદિ અકેક નામ પણ અનંતા તીર્થકદેવોને અપાયું સંભવિ શકે છે. માટે જ એકલા નામનો જાપ કરનાર કે, ચઉવીસથ્થાના ઉચ્ચારવડે પણ, સંપૂર્ણ ઉપગ રાખનાર મનુષ્યને, અનંતા જિનેશ્વરદેવના જાપને કે સ્તવનાનો લાભ પ્રાપ્ત થાય છે. અટલે શ્રીજિનેશ્વર દેવને એક નામનિક્ષેપ પણ અનંતા નામે ઘોતક છે.
“અનંત ચેવિશી જિનનમું, વીશી અનંતિકડ
એ પ્રમાણે પાંચ ભરત, અને પાંચ ઐરવત ક્ષેત્રમાં ચાવીશીઓ જેમ અનતી થઈ છે. તે જ પ્રમાણે મહાવિદેહક્ષેત્રમાં વીશીઓ પણ અનંતી થઈ છે.
હવે સ્થાપનાજિનને વિચાર કરીએ. સ્થાપના એટલે પ્રતિમાજી. તે બે પ્રકારની છે. શાશ્વતી અને અશાશ્વતી. જેમ દેવલોકનાં અને જ્યોતિષીનાં વિમાને, નારકીએના નરકાવાસ, ભુવનપતિ અને વ્યંતરનાં નગર અને મેરુપર્વતે વિગેરે અનાદિ છે અને અનંતકાલ રહેવાના છે. તે પ્રમાણે તે વિમાન વિગેરે સ્થાનમાં રહેલી જિનેશ્વરદેવની પ્રતિમાઓ પણ અનાદિ છે અને અનંતકાળ રહેવાની છે. એટલે શાશ્વતી છે.
શાથતી પ્રતિમાઓ પહેલા દેવલોકમાં ૩૨ લાખ વિમાનો છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હોવાથી ૩૨ લાખ ચિત્ય છે.
બીજા દેવલોકમાં ૨૮ લાખ વિમાનો છે અને દરેક વિમાનમાં એકેક ચૈત્ય હોવાથી ૨૮ લાખ ચે છે.
ત્રીજા દેવલોકમાં ૧૨ લાખ વિમાને છે અને દરેક વિમાનમાં