________________
૧૬૪
શંકા–જ્યારે આવા વીશ ઉપસર્ગ થયા, અને તેમાં કીડીઓએ ધીમેલેએ શરીરને છિદ્રમય બનાવી નાખ્યું. તે પછી તે શરીરને ભગવાને કાંઈ ઔષધ ઉપચાર કર્યા વગર સાજું કેવી રીતે કર્યું?
સમાધાન–દેવ દ્વારા ઉપસર્ગો થયાના બીજા પણ ઘણું પ્રસંગે ગ્રન્થોમાં જોવામાં આવે છે, અને ઉપસર્ગની પૂર્ણતા પછી તેનાતેજ દેવ દ્વારા પૂર્વઅવસ્થા હોય, તેવી જ થઈ જાય છે. અર્થાત ઘાવ, પ્રહાર, ત્રણ, છિદ્ર જે કાંઈ થયું હોય, તેને મૂલસ્થિતિમાં બનાવ્યા પછી જ દે પિતાના સ્થાનમાં જાય છે.
કલાવતીના હાથ શંખરાજાએ કપાવ્યા હતા પરંતુ કલાવતીના શીલપ્રભાવથી દેવોએ કંકણસહિત હાથ નવા બનાવ્યા. ચંદનબાળાને એટલે વણિકપત્ની મૂલાએ કપાવી નાખે હતે તે ચંદનબાળાના શીલ અને તપના મહામ્યથી દેવેએ તેને તે કેશપાશ નવીન બનાવ્યું હતું. તે જ પ્રમાણે, જૈનતર ગ્રન્થમાં પણ બાણપંડિત પિતાની જાતે કાપી નાખેલા હાથ-પગ ચંડીદેવીએ નવા બનાવી દીધા હતા. એથી સિદ્ધ થાય છે કે, પ્રભુના અવયને લાગેલા ઘાવ-પ્રહારો અને થયેલા ત્રણ-છિદ્રો પણ ઉપચાર વિના તત્કાળ અદશ્ય થયાં હતાં.
પ્રભુમહાવીરદેવને થયેલે છેલ્લે ઉપસર્ગ મહાભયંકર હતે. અને તે એજકે, એકદા પ્રભુજી કાયાને વસિરાવી ધ્યાનદશામાં ઉભેલા હતા. તેને લાગ જેઈ આગલા જન્મના પ્રભુના નિકાચિત કર્મોની પ્રેરણાથી, એક ગોવાલ અણીદાર બે વાંસના ખીલા બનાવીને પ્રભુ પાસે આવ્યા. પ્રભુજી તે ઉપસર્ગ કે પરિસહ સહન કરવા ઉભા જ હતા. કેડો કે અબજો.