________________
૧૫૫
દાન આપે છે. તે સેનામહેર વજનમાં ૮૦ રતિ પ્રમાણુની હાય, છે. તે મહેર ઉપર એક બાજુ ભગવાનનાં માતા-પિતાને અને એક બાજુ ભગવાનને સીકક્કો હોય છે. એક દિવસના દાનમાં. અપાયેલા સોનાનું વજન પ્રમાણ પચીશ મણના રરપ–સવા બસો ગાડાં ભરાય તેટલું હોય છે. એટલે કે પ૬૨૫ મણ સોનું પ્રતિદિન (દિવસના પહેલા પ્રહરમાં) પ્રભુજી દાન આપે છે.. આવી રીતે અખંડિત એક વર્ષ સુધી વર્ષીદાન આપે છે. આ દાનને વિધિ અને દાન માટે જરૂરી બધી સામગ્રી દેવે પૂરી કરે છે, અને પ્રભુના દરેક કલ્યાણકમાં તે દેવે આવી ભક્તિ. કરે, વિગેરે બાબતે અનંતા તીર્થકરોની એક સરખી હોય છે..
ભગવાન મહાવીરદેવે એક વર્ષ સુધી વર્ષીદાન આપી માગશર [ગુજરાતી કારતક] વદી ૧૦ ના દિવસે દીક્ષા લીધી.
દીક્ષા લઈને પ્રભુજી ૧૨ વર્ષ છમસ્થ દશામાં રહ્યા. તેની કેટલીક જાણવા ગ્ય હકીકત નીચે મુજબ છે. પ્રભુજી દીક્ષિત થઈને સદાકાળ મૌન અને ધ્યાનદશામાં જ રહ્યા છે. ભગવાને દિક્ષા લઈને એકજ વાર પાત્રમાં ભેજન કર્યું ત્યાર પછીના દરેક પારણે હસ્તમાં જ ભેજન લીધું છે. ૧રા વર્ષમાં ક્ષણવાર પણ પલાંઠી વાળીને બેઠા નથી પરંતુ ઉભા અને કાઉસગ મુદ્રામાં જ રહ્યા છે. ભગવાને બે ઉપવાસથી ઓછી તપસ્યા કરી નથી. ભગવાનને ૧રા વર્ષને કુલ તપ આ પ્રમાણે છે. છમાસી-૧, પાંચદિનન્યૂનછમાસ-૧, ચઉમાસી–૯,ત્રણમાસી-૨, અઢી માસી-૨, બે માસી-૬, દેઢ માસ-૨, માસક્ષમણ-૧૨, પક્ષઉપવાસ-૭૨, બે દિવસની ભદ્રપ્રતિમા–૧, ચાર દિવસની મહાભદ્રપ્રતિમા–૧, દશ દિવસની સર્વભાદ્રપ્રતિમા–૧, અઠ્ઠમ-૧૨-.