________________
૧૫૮
પ્રભુવચને અનશન કરી, મરીને તે આઠમા દેવલેાકમાં દેવ થયા.
ત્યારપછી વિહાર કરતા પ્રભુજી શાલિશીષ ગામના ઉદ્યાનમાં પધાર્યા અને કાઉસ્સગ્ગ મુદ્રાએ રહ્યા. એ વખતે માઘ માસ ચાલતા હતા. દુસહ ઠ×ડી પડતી હતી. લેાકેાનાં હાડ કંપતાં હતાં. તેવા પુષ્કલ ઠંડીના ધસારા વખતે ગયા ત્રિપિષ્ટવાસુદેવના ભવમાં અપમાન પામેલી અને અત્યારે ઢપૂટના નામની વ્યંતરી થએલી દેવી આવી. ભગવાનને દેખીને, ક્રોધાન્ય અનીને, અને તાપસીનું રુપ કરીને, ભગવાન ઉપર ખૂબ જ ઠંડા પાણીને છંટકાવ કરવા લાગી. પાણી છાંટતાં થાકી એટલે-ભગવાન સામું જોયું. ભગવાનની નિશ્ચલ દશા જોઈ ને, પેતે પણ શાન્ત અની, અને પ્રભુ પાસે ક્ષમા માગી. સ્તુતિ કરી, સ્વસ્થાને ચાલી ગઈ.
ત્યારપછી એકવાર પ્રભુમહાવીરદેવના જ સ્વયંશિષ્ય બનેલા, પ્રભુપાસેથીજ તેજોલેશ્યા વિગેરે વિદ્યાએ પામેલા, ગાશાળક નામના અધમ આત્માએ, પ્રભુજી ઉપર તેજોલેશ્યા મુકી. તેના તાપથી પ્રભુજીને છ માસ સુધી લેાહીના ઝાડા થયા. પરંતુ પ્રભુજીએ ગેાશાળા ઉપર દ્વેષ ન કર્યાં અને પેાતાની નિશ્ચલતા પણ ટકાવી રાખી.
એકદા પહેલા દેવલેાકના સ્વામી સૌધર્મેન્દ્ર પ્રભુમહાવીરના ધૈર્યની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા, જે સાંભલી અલભ્ય અને મહામિથ્યાદ્રષ્ટિ સંગમ નામના દેવથી ખમી શકાયું નહિ અને બધા દેવાની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે તમેા કેાઈ પક્ષ કરવા ન આવા તે હું ક્ષણવારમાં જ ચલાયમાન કરી નાંખીશ આમ કહી તે પ્રભુજી પાસે આવ્યું.