________________
૧૫૬
છફૈ-રર૯, પારણાના દિવસે-૩૪૯, એક દીક્ષાનો દિવસ. એમ સર્વ મળી સાડા બાર વર્ષ અને ૧૫ દિવસ થયા.
તે ૧રા વર્ષ અને ૧૫ દિવસમાં ૧૧ વર્ષ અને ૨૬ દિવસ ‘ઉપવાસ અને ફક્ત ૩૯ દિવસ ચેવિહાર એકાસણું કર્યા છે. ઉપવાસ બધા જ ચારે આહારના સર્વથા ત્યાગવાલા જાણવા
આ ૧૨ વર્ષના છદ્મસ્થ સમયમાં પ્રભુજીએ નાના પ્રકારના *ઉપસર્ગો ઘણું સહન કર્યા છે. તેનું વર્ણન છેડી દઈએ. પરંતુ મેટા ઉપસર્ગો પણ પારાવાર સહન કર્યા છે, તેમાંના કેટલાક અહીં આપણે વિચારીશું.
ભૂતકાલમાં વર્ધમાન નામનું એક નગર હતું. જે શૂલપાણિ યક્ષને પ્રકેપથી અસ્થિગ્રામ તરીકે પ્રસિદ્ધ થયું. એકવાર પ્રભુ તે નગરની બહાર કાઉસ્સગ ધ્યાને રહ્યા હતા. ભગવાન - ત્યાં પધાર્યા ત્યારે નગરવાસી લોકેએ વિનંતિ કરેલી કે, હે દેવાય આ સ્થાને દુષ્ટ વ્યંતર રહે છે. તે અહીં રાત્રિવસનારને મારી નાંખે છે. આવાં લોકેનાં વચનો સાંભળવા છતાં પ્રભુતે મેરુ જેવા ધીર હેવાથી લેશ પણ ભય પામ્યા સિવાય ત્યાં જઈ ધ્યાનમાં રહ્યા.
રાત્રિમાં શૂલપાણિ યંતર આવ્યું. પ્રથમ પિશાચનું રૂપ કરીને પ્રભુને ઘણું દુઃખ આપ્યું પણ પ્રભુ ન ગભરાયા. ત્યારે તે દુષ્ટ એકેક વેદનાથી અન્ય મનુષ્યના પ્રાણ ચાલ્યા જાય, તેવી મસ્તકવેદના, કર્ણવેદના, નાશિકાવેદના, ચક્ષુવેદના, દાન્તવેદના, પૃષ્ટવેદના, નખવેદના, વિગેરે વેદનાઓ એટલી બધી વધારી મુકી કે આપણા જેવાથી ખમી શકાય જ નહિ. પરંતુ ભગવાને જરા પણ ગભરાયા વિના, તેમજ શુલપાણિ ઉપર દ્વેષ પણ