________________
૧૧૮
ત્યાં બીચારી ઘણી રાણીઓ બારેમાસ નિશાસા નાખે–છે, રુદન કરે છે, આખો દિવસ અરતિ, અફસ, ઈર્ષામય જીવન જીવી પશુગતિ જેવી હલકી ગતિમાં ચાલી જાય છે.
પતિ પરલોક ગયા પછી કેટલીક અબળાઓ પાંચ-દશ પિતાનાં બાળકનું અને પોતાનું પેટ ભરવા પારકી કાળી મજુરી કરે છે. અને છોકરાનું પાલણ–પષણ વિગેરે કાર્યમાં આખું જીવન વિતાવે છે. છેવટે પરલોકનું કશું જ ભાતું લીધા વગર આ દુર્લભ મનુષ્ય જન્મ પામેલે હારી જઈને સંસારસમુદ્રમાં ડુબી જાય છે. - કેટલીક સુખી જણાતી સ્ત્રીઓ પણ અંતરથી તે સુખી હતી જ નથી. સ્ત્રી જાતિને સવારથી સાંજ સુધી [સવારના પાંચ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી] લગભગ દળવાનું, પાણ ગળવાનું, પાણી ભરી લાવવાનું, સવારના નાસ્તા તૈયાર કરવાનું, એઠવાડનાં ભાણા સાફ કરવાનું, ઘરમાં હોય તેટલા પુરુષ માટે નાવાનું ગરમ પાણી તૈયાર કરવાનું, શાક સમારવાનું, ચેખા, દાળ, મસાલે તપાસવાનું, મધ્યાહુનની રસોઈ કરવાનું, ગરમાગરમ રોટલીઓ વણવાનું કે રેટલા ટીપવાનું, ઘરમાં મેમાન આવ્યા હોય તે હંમેશના કમ કરતાં વિશેષ ભજન સામગ્રી બનાવવાનું, જમીને ગએલાઓનાં એઠવાડનાં ભાણાં એકઠા કરી દેવા-ઉટકવાનું, બધા જમી ગયા પછી વધ્યું-ઘણું ખાવાનું, બપોરના ફાજલ પડેલા સમયમાં ઘઉં વિણવા, મગ-ચણું ભરડવા, ચેખા વગેરે સાફ કરવાનું, વખતે કપડાં મેલાં થયાં હોય તે પિટલે એક લુગડાં ધોવા જવાનું, વલી સાંજની રઈ કરવાનું, જમેલાનાં એઠાં ભાણાં સાફ કરવાનું, પરવાર્યા પછી બધાં માટે પથારી પાથરવાનું