________________
૧૧૬
સ્ત્રી-જીવન.
માત્ર શ્રીજિનેશ્વરદેવના શાસનની ઉગતી પ્રજામાં સારા સંસ્કાર પડ્યા હોય તેની વાતને અલગ રાખીએ. બાકી તે મેાટા ભાગે સ્ત્રીનું જીવન અતિ પરાધિનદશામાં પસાર થાય છે. રાજ્યના ગુન્હેગાર કેદીઓ કરતાં પણ સ્ત્રીએ ખિચારી મહાભય'કર પરાધીનદશા ભાગવે છે, જેમકે, મનુષ્યા બહુ ક્રોધી અને ઘણા માની હોય છે. તેઓ બિચારી પેાતાની પત્નીએ ઉપર ઘણાજ ત્રાસ ગુજારે છે. તેણીએ જો કાળી–કદરૂપી હોય. માંદી, દુખળી, મેડાલ, અલ્પ-બુદ્ધિવાળી હોય તા હુ ંમેશાં પતિના મુખની સરસ્વતી-ગાળા સાંભળ્યા જ કરે છે. પચી– પચ્ચાસ ગાળા, બે-પાંચ ઠાઠ-થપાડ કે મુક્કા-તમાચા તે લગભગ રાજના રિવાજ બની ગયા હૈાય છે.
બિચારી ગરીબ અમળાએ પતિને રાજી રાખવા ઘણી ગુલામી અને ખુશામત કરે છે. પણ અધમકોટીના ગુંડાઓ બિચારી અબળાઓને સંતાપવામાં જ આનંદ અનુભવે છે. તે અમળાએ એક ટંક પણ પૂણું ખાવાનું પામતી નથી. તેણીનું ચિત્ત ખારેમાસ મળતું-સળગતુ જ રહે છે.
•
પતિદેવને જે ખાઈ ને ત્રાસ હોય તેને ઘણું કરીને સાસુ નણંદ કે દેરાણી-જેઠાણીની પણ મહેરબાની હોતી નથી. તે ખિચારીની રાવ–ફરિયાદ કાઈ સાંભળનાર હેતુ નથી એટલે પછી તેના ઉકળેલ ચિત્તને ઠારવા સારુ દિલાસા તા આપેજ કાણુ ? દિવસ ઊગે અને જાગે ત્યાંથી કામ શરુ થાય તે આખા દિવસ વેચાતી લીધેલી ગુલામડીની માફ્ક અથવા પગારદાર રાખેલી નેાકરડીની માફક ઘરનું કામ કર્યાં કરવાનું. છતાં કામ કરતાં વાર લાગી જાય, જરા સારું-ખાટુ થઈ જાય તેા ગાળા અને વખતે મારની પણ વાનગીઓ ચાખવા મળી જાય.