________________
૧૪૮
અર્થ:–ભગવાન પાર્શ્વનાથસ્વામી ધ્યાનદશામાં હતા ત્યારે કમઠના આત્મા મેઘમાલીદેવે ઘણું ઘણું ઉપસર્ગો કર્યા, અને ધરણેન્દ્ર પ્રભુને ઉપસર્ગથી બચાવ્યા, અને ઘણું સેવાભક્તિ કરી. એટલે કમઠે ઉપસર્ગ, અને ધરણેન્દ્ર સેવા, બનેને યેગ્ય લાગે તે બનેએ કર્યું. પરંતુ ભગવાનને અને ઉપર સમભાવજ હતે. કેઈ ઉપર ઠેષ કે રાગ કાંઈ પણ ન હતું.
આપણે અહીં વિચારવું ઘટે છે અને તે એજ કે આપણે પંચમહાપરમેષ્ઠિ ભગવતેના ગુણને વિચાર કરી રહ્યા છીએ. પાંચ પરમેષ્ઠિમાં અરિહંત ભગવંતેનું સ્થાન મેખરે છે. ભાગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીના જીવનને વિચારતાં જરૂર ખ્યાલ આવશે કે સંસારી, યેગી, સન્યાસી, ઋષિ કે મહર્ષિભલે હોય, પરંતુ દુઃખપ્રાપ્તિના પ્રસંગે સમભાવ રહેતું નથી. પણ શ્રાપની ઝડી વર્ષાવાઈ જાય છે. તે પ્રસંગે પણ પ્રભુજી જરાય રેષ નથી લાવ્યા. તે ક્ષમાને અવધિ જ ગણાય. ઘણું મહર્ષિઓએ ભક્તલોકોને આશીર્વાદ અને વરદાન આપ્યાં છે. ત્યાં પણ ભગવાન તીર્થંકરદેવને સમભાવજ રહેલ છે.
દીક્ષા દિવસથી ૮૪ દિવસે ગયા બાદ સંવર, સમતા, ધર્મધ્યાન અને પ્રાન્ત શુકલધ્યાનમયદશામાં રહેતા, પ્રભુ શ્રી પાર્શ્વનાથસ્વામીને ગુજરાતી ફાગણ વદિ ચૂથના દિવસે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય [આત્માના મૂલગુણના ઘાતક] આ ચારે કર્મોને ક્ષય થઈ જવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રકટ થયું.
ભગવાન લેકાલોક અને જીવાજીવના દ્રવ્ય, ગુણ, પર્યાયના જાણકાર થયા. ભગવાન સર્વજ્ઞ બનીને ૮૪ દિવસ ઓછા એવા ૭૦ વર્ષ પૃથ્વી ઉપર વિહાર કરીને રત્નત્રયીમયે ઉપદેશ આપ્યું