________________
૧૯
અને ૧૦ ગણધર, ૧૬ હજાર સાધુ, ૩૮ હજાર-સાધ્વી, ૧૬૪ હજાર શ્રાવક, ૩ર૭ હજાર શ્રાવિકામય ચાર પ્રકાર શ્રીસંઘની સ્થાપના કરીને, આયુ: પૂર્ણ થતાં સમેતશિખર પર્વત ઉપર પધાર્યા, અને ત્યાં ૩૩ મુનિવરે સાથે એક માસનું અનશન કરી, બાકીનાં વિદનીય, આયુ, નામ અને ગોત્ર ચારે કર્મને ક્ષયકરી સાદિઅનંત ભાંગે મેક્ષમાં પધાર્યા. એટલે સર્વ કર્મ અને સર્વદુબેન સર્વકાલીન અંત થયે.
શંકા ઉપર જે પાશ્વનાથસ્વામીના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની સંખ્યા બતાવી છે. તે શું તે વખતે ભગવાનની હયાતિમાં આટલા જ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા હતાં કે બીજુ સમજવાનું છે?
સમાધાન–ઉપર જે સાધુ વગેરે ગણાવ્યા છે, તે ખુદ ભગવાનના શિષ્ય જાણવા, સાધ્વીઓ પણ ભગવાનની ખુદની શિષ્યાઓ જાણવી. શ્રાવક-શ્રાવિકા પણ પ્રભુ પાસે વ્રત ઉચ્ચરનારાં જાણવાં. બીજા તે કરેડની સંખ્યામાં પણ હોઈ શકે. દાખલા તરીકે મહાવીર પ્રભુના શિષ્ય ૧૪ હજાર જ હતા, પરંતુ સાથે સાથ ગૌતમસ્વામીના શિષ્યો ૫૦ હજાર અને નંદિષેણના પણ હજારે શિષ્ય હતા. એટલે પાર્શ્વનાથસ્વામીના પરિવારમાં લાખ સાધુઓ હોવા છતાં ઉપરની સંખ્યામાં તેમના પિતાના જ શિષ્ય લીધા છે તેમ જાણવું.
ભગવાન પાર્શ્વનાથસ્વામી, ધર્મ પામ્યા પછી, મભૂતિના ભવથી પ્રારંભી, એક પહેલે મરુભૂતિને, બીજો હાથીને, ત્રણ મહદ્ધિક મનુષ્યના, ચાર દેવના, અને છેલ્લે પાર્શ્વનાથસ્વામીને, એમ દશે ભવમાં ઉત્તરોત્તર ગુણ વૃદ્ધિ પામીને, પ્રાન્ત સર્વગુણ સપન્નતીર્થંકરપણું અનુભવીને નિત્ય અને શાશ્વત એવા સ્વભાવને પામ્યા.