________________
૧૪૬ ધરણેન્દ્રસુરાધિપે એવી ગર્જના કરી, કે મેઘમાળીને કે પદાવાનલ બુઝાઈ ગયે. એટલું જ નહિ પણ ધરણેન્દ્રના ભયથી મેઘમાળી કંપવા લાગે, મનમાં ગભરાવા લાગ્યા. ધરણેન્દ્રથી હવે શી રીતે બચવું? એને વિચાર કરવા લાગ્યો અને છેવટે બચવાના બીજા ઉપાય ન જણાવાથી તે કૃપાસમુદ્ર ભગવાન શ્રીપાધનાથસ્વામીના ચરણમાં આવીને નમી પડ્યો. અને વારંવાર પિતાના અપરાધની ક્ષમા માગવા લાગે. ' ધરણેન્દ્ર પણ મેઘમાલીને આક્રોશપૂર્વક કહેવા લાગ્યા. હે મેઘમાળી! સુરાધમ! આ મહાપુરુષે તને શું નુકશાન કર્યું છે? તે વખતે તારી અજ્ઞાનકિયાથી થતી પંચેન્દ્રિય જીવની હિંસાથી તને બચાવ્યો છે. તેને તારે ઉપકાર માન જોઈએ. તેની જગ્યાએ ઉલટ અપકારને શું કામ આચરી રહ્યો છે? - તારી કરેલી રજોવૃષ્ટિથી પ્રભુ ગભરાયા નથી અને ધૂલીદ્વારા મલીન પણ થયા નથી પરંતુ તે ઉડાડેલી ધૂળવડે તારે આત્મા બાહ્યથી અને અત્યંતરથી ખૂબ જ મલીન થયો છે. તારા વરસાવેલા વર્ષાદના જળમાં ભગવાન બૂડ્યા નથી. બૂડવાના પણ નથી. પરંતુ આવા અકારણ ઉપકારી અને ચરાચર જગતના બાન્ધવ ઉપર આવા ભયંકર વર્ષાદે વર્ષાવવાથી તે પોતે જ તારા આત્માને સંસાર સમુદ્રમાં ડુબાવી રહ્યો છે. તેને તને જરા પણ ખ્યાલ કેમ આવતું નથી!
તે આ મહાપુરુષને બીજા [હાથીના ભાવમાં ભવમાં, ચોથા [કીરણવેગ મુનિ પણામાં ભવમાં, છઠ્ઠા [ વ્રજનાભ મુનિદશામાં ભવમાં, આઠમા સિવણબાહુ મુનિદશામાં) ભવમાં દુઃખ આપવામાં કમી રાખી નથી. તે પાપના ફળે તે સાક્ષાત