________________
૧૫
ડીને નીચે નાંખ્યા. ચકની પેઠે ગોળ ચક્કર ફેરવ્યા. ઘણું રજ ઉડાડી આકાશ ઢાંકી નાખ્યું. અને પ્રલયકાળના પવનની પેઠે ભગવાન ઉપર ધૂળને વરસાદ વર્ષાવ્યા. પરંતુ પ્રભુ ચલાયમાન થયા નહિ. પછી તેણે ભગવાનને બીવરાવવા મહાવેતાળે. બનાવ્યા. તેમણે પ્રભુજીને ક્ષેભ પમાડવા બધું જ કર્યું, પરંતુ પ્રભુજી અડેલ રહ્યા. તેના આટલા બધા ઉદ્યમે નિષ્ફળ જવાથી, તેને ક્રોધ ઘણો જ ભભુકી ઉઠયો, એટલે ભયંકર ગરવ અને વીજળીના ચમકારા સાથે જોરશોરથી વર્ષાદ શરૂ કર્યો. ગરવના કડાકા અને વીજળીના ચમકારા જોઈ કાયરેનાં ચિત્તો ચલાયમાન થઈ જતાં હતાં. અને વર્ષાદ પણ મુશળધાર વર્ષવા લાગે. પાણું વધતાં-વધતાં ભગવાનની નાસિકા સુધી આવ્યું. પરંતું ભગવાન જરા પણ ચલાયમાન થયા નહીં.
હવે આ બાજુ કમઠના તોફાનની બધી જ ખબર ધરણેન્દ્રને પહોંચી અને એકદમ પોતાની અગ્ર મહીષીઓ સહિત જ્યાં પ્રભુ ધ્યાનદશામાં ઉભેલા છે ત્યાં આવ્યો. ત્યાં તે કમઠની દુષ્ટતાના બધા જ અંકે લગભગ છેલ્લી ભૂમિકા સુધી પહોંચીને ખતમ થવાની તૈયારીમાં હતા. આ ધરણેન્દ્ર તત્કાલ પ્રભુજીની નીચે કમળ ગોઠવી દીધું અને તે પાણું ઉપર તરવા લાગ્યું. ભગવાન કમળ ઉપર શેભાવા લાગ્યા અને પ્રભુજીના મસ્તક ઉપર સાતફણુએ વડે છત્ર બનાવી નાખ્યું કે, જેના પ્રતાપે હવે ભગવાનને કેઈ ભીંજવી શકે એવું રહ્યું નહિ.
૧૦ . .