________________
૧૩૩
યાદ આવ્યું અને મુનિરાજ ઉપર તૂટી પડ્યો. અને તેમને જમીન ઉપર પાડી નાંખ્યા. મહાન ઉપસર્ગ આવ્યો જાણી મુનિરાજ ખૂબજ ધર્મધ્યાનમાં સાવધ થયા. રાગ-દ્વેષ વિના સિંહને પણ પરમમિત્રતુલ્ય માનતા અરિહંતાદિ ચારનું શરણ કરી ચારે આહારનાં પચ્ચકખાણ કર્યાં. સર્વ-જી સાથે ક્ષમાપના કરી. અઢાર પાપસ્થાનકેને ત્યાગ કર્યો. અને અનશન કર્યું. સિંહદ્વારા વિદિશું થએલા મુનિરાજે કાલધર્મ પામી નવમા ભવે દશમા દેવલોકને વિષે મહાપ્રભવિમાનમાં મહદ્ધિકદેવપણે •ઉત્પન્ન થયા. અને દેવતાઈ મહાસુખે ભેગવવા લાગ્યા.
આ બાજુ મહાપાપી સિંહ અતિરૌદ્ર પરિણામથી મુનિરાજને મારી નાખી, પિતાના આત્માને કૃત્યકૃત્ય માનતે, મનમાં ઘણેજ ફુલાતે, હજારે પ્રાણીઓની હિંસા કરતે, ઘણું પાપોને પુંજ એકઠો કર્યો. અને મરણ પામીને પંકપ્રભાનામની ચેથી નારકીમાં નારકપણે ઉત્પન્ન થયે. ત્યાંથી નરકનું આયુઃ પૂર્ણ થતાં નારકીમાંથી નીકળીને અનેક પ્રકારના તિર્યંચાદિ ભવને કરતે ઠામઠામ અસહ્ય દુઃખને ભગવતો કમઠને જીવ સંસારમાં ભટકવા લાગ્યો.
શ્રી પાર્શ્વનાથસ્વામીને તીર્થંકરદેવપણને છેલ્લે -દશમે ભવઃ
શ્રી જૈનશાસન એ જગત વ્યાપી શાસન છે. કેઈનું બનાવેલું નથી. પરંતુ સ્વયંસિદ્ધ છે. આજકાલનું નથી, પણ અનાદિ છે. કૃત્રિમ નથી, પણ સ્વભાવિક છે. અજ્ઞાની, ઘમંડી કે માનભુખ્યા માણસોએ પ્રચારેલું નથી, પરંતુ રાગ-દ્વેષ