________________
૧૩૪
અજ્ઞાનતા રહિત મહાજ્ઞાનીઓ દ્વારા વિસ્તાર પામેલું છે, અધુરું નથી, પરંતુ સંપૂર્ણ છે, કેવલ ગતાનુગતિક નથી, પરંતુ કટીમાં પસાર થએલું છે. હિંસા, જુઠ, ચેરી, મિથુન, પરિગ્રહ-મમતા, અન્યાય અને અનાચારનું પિષક નથી પણ તેનું ઉમૂલક છે.
શ્રી જૈનશાસનના પ્રણેતા તમામ પુરુષ, રાગદ્વેષ અને અજ્ઞાનને ક્ષય કરી અને સવજ્ઞ બન્યા પછી જ જગતની સમક્ષ સિદ્ધાન્તોને પ્રચાર કરે છે. તેમના ફરમાવેલા સિદ્ધાન્ત ઝીલનારા પણ લગભગ વીતરાગ જેવા અને મહાજ્ઞાની હોય, છે. પ્રસ્તુત સિદ્ધાન્ત ટકાવી રાખનારા, પુરુષે પણ ત્યાગી, નિસ્પૃહી અને જ્ઞાની મહાત્માઓ જ હોય છે.
શ્રી જૈનશાસનના બધા જ સિદ્ધાંતે ચરાચર જગતના કેવળ ઉપકાર માટે જ બનેલા છે. માટે પાપની પ્રવૃત્તિમાં ખૂચેલા જીને પાપની ભયંકરતા સમજાવી, તે તે પાપમાંથી નિવૃત્ત થવાને ઉપદેશ આપે છે.
શ્રીનશાસનને પ્રચાર કરવા અને આત્માને ઉત્કર્ષ સાધી સંસારના બંધનથી મુક્ત થવા, જગતના સ્વભાવસિદ્ધ બીજા કેટલાક બનાવોની માફક કઈ કઈ મહાપુરુષે જન્મ છે, તે હિસાબે એક અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થંકરદેવ ઉત્પન્ન થાય છે. તે પણ સંસારમાં અનંતકાળ સુધી રખડપટ્ટી અને અનંતાનંત દુઃખની પરંપરા ભેગવી, સમયના પરિપાક થયે છતે શુભ, શુભતર, શુભતમ સામગ્રીને વેગ પામી, ગુણની નિસરણી ઉપર ચડતા અને ભ સુધી ગુણ ગુરુઓના સહયોગથી આત્માને નિર્મળ બનાવતા, છેલ્લાભરમાં તીર્થંકરપણાને પામે છે.