________________
૧૩ર
ઉપરના પાંચે “સ”કાર-શબ્દોના અર્થ વિસ્તારથી શ્રીજિનેશ્વરદેવના મુખેથી સાંભળીને સુવણબાહુરાજા સુધાને અમૃત ભેજન તુલ્ય. અને રંકને ચિંતામણીની–પ્રાપ્તિ માફક ઘણેજ આનંદ પામ્યા અને ત્યાં સમવસરણમાં જ શુભ અધ્યવસાયથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. અને ગયા જન્મમાં આરાધેલ ચારિત્રને સાક્ષાત્કાર થયે. ઉત્કૃષ્ટવૈરાગ્યથી આત્મા રંગાઈ જતાં પોતાના પરિવાર, પુત્ર કે પત્નીઓની સલાહ પણ લીધા સિવાય પંચમુઝિલેચકરીને પ્રભુજી પાસે દીક્ષા લીધી.
અનુક્રમે અગ્યાર અંગે ભણુ પરિષહ અને ઉપસર્ગોને સહન કરતા, વિવિધ પ્રકારના તપને તપતા ગીતાર્થપણાને પામ્યા હવાથી ભગવાનની આજ્ઞા મેળવી એકાકી વિહાર કરતા સદાકાળ ધ્યાનમાં જ રહેવા લાગ્યા. કિલષ્ટ કર્મોને ક્ષય કરનાર અને બધા તપોમાં શિરેમણિસમાન વીશસ્થાનક તપ આરાધવા તત્પર થયા. અને અરહંતાદિ વિશ સ્થાનકેનું શિરીરને વિવેક, ચિત્તની એકાગ્રતા અને ક્રિયાની સંપૂર્ણ શુદ્ધતાપૂર્વક આરાધન કર્યું.
કમઠને આત્મા કુરંગકભિલ નરકમાંથી નીકળીને ક્ષીરપવત ઉપર મહાવિકરાળ સિંહ થયો છે. એક વખત વિહાર કરતા સુવણબાહુરાજર્ષિ તે જ પર્વત પાસેની અટવીમાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. તેટલામાં તે સિંહ અટવીમાં ભ્રમણ કરતે, અનેક પ્રાણીઓને નાશ કરતે, માંસાહારથી જ આજીવિકા ચલાવતે, પિતાના આત્માને અટવીને મહારાજા માનતે, દેખનારને જાણે સાક્ષાત્ યમરાજ જ હેય નહિતે ભાસ કરાવતે, જ્યાં મહામુનીશ્વર ધ્યાનસ્થ ઉભા છે ત્યાં આવ્યા.
મુનિરાજને દેખતાંની સાથે જ પિતાનું એકપાણિકર