________________
૧૪૦
એક વર્ષ સુધી આહાર ને મલ્ય, શ્રી પાર્શ્વનાથ પ્રભુને માત્ર એક જ દિવસ કામદેવને ઉપસર્ગ ભેગવ પડ્યો, આવા પ્રસંગે બહુ સામાન્ય લેખાય છે. બાકી મહાવીરપ્રભુના ૧૨ા વર્ષના ઉપસર્ગો અને તેમાં પણ શૂલપાણિ અને સંગમદેવના, ચંડકૌશિક અને ગોશાળાના, કટપૂતના અને ગોવાળિયાના ઉપસર્ગો ખરેખર જિનેશ્વરના આત્મા માટે અતિ વિશેષા છે. માત્ર આપણું આ ચેવીસીના જિનેશ્વરદેવામાં આવા ઉપસર્ગો બીજા કેઈ પ્રભુજીને થયા નથી જ એટલે પ્રભુ મહાવીરદેવને છોડીને અશુભકર્મો ભોગવવાના ઉદયે બીજા જિનેશ્વરદેવામાં અતિ અલ્પ પ્રમાણમાં જ જોવા મળશે. | મહાવિદેહક્ષેત્રમાં શ્રીજિનેશ્વર પરમાત્માની બધી બાબતેમાં સમાનતા જ હોય છે, એટલે દરેક કાળના જિનેશ્વરદેવે અહીંના ઋષભદેવસ્વામીના જેવા જ હોય છે. જ્યારે ભરત, એરવતક્ષેત્રોમાં શ્રીજિનેશ્વરદેવેની બીજી બધી બાબતે. સમાન જ હોવા છતાં આયુષ્માન અને દેહમાન અવસર્પિ–
કાળમાં ઘટતું અને ઉત્સર્પિણ કાળમાં વધતું હોય છે. તે કારણથી મહાવિદેહ ક્ષેત્રના બધા જિનેશ્વરદેવેનું અર્યુષ્માન ૮૪ લાખ પૂર્વનું અને શરીર પ્રમાણ ૫૦૦ ધનુષ્યનું હોય છે. જ્યારે ભરત-ઐરવત ક્ષેત્રના જિનેશ્વરદેવામાં અવસર્પિણકાળમાં પ્રથમ જિનેશ્વરનું આયુષ્ય વિગેરે બધું ઉપર મુજબ હોય છે. અને કમસર ઘટી ઘટીને છેલ્લા જિનેશ્વરનું સાત હાથ શરીરમાન અને ૭ર વર્ષનું આયુષ્યમાન હોય છે. જ્યારે ઉત્સર્પિણ કાળમાં પેલા જિનેશ્વરનું સાત હાથ શરીરમાન અને ૭ર વર્ષ આયુષ્યમાન હોય છે અને છેલ્લા પ્રભુજીનું શરીર પ્રમાણ વગેરે મહાવિદેહના જિનેશ્વરદેવના જેવું હોય છે.