________________
૧૩૬
ઓળખાણ તેનું નામ સમ્યકત્વ ] પામીને વધારેમાં વધારે સંસારમાં કેટલા ભ રહ્યા તે ઉપરની ગાથામાં બતાવ્યા છે.
પહેલા ઋષભદેવસ્વામી સમ્યકત્વ પામીને સંસારમાં દેવમનુષ્યના ૧૨ ભવ કરી ૧૩ મા ભવે શ્રીજિનેશ્વરદેવ થયા. ચંદ્રપ્રભસ્વામી સંસારમાં દેવ-મનુષ્યના ૬ ભવ કરી ૭ મા ભવે શ્રીજિનેશ્વરદેવ થયા. તેજપ્રમાણે ૧૬મા શાન્તિનાથ સ્વામી ૧૨ મા ભવે, મુનિસુવ્રતસ્વામી નવમા ભવે, નેમનાથસ્વામી નવમા ભવે, અને શ્રીમહાવીરસ્વામી ર૭ મા ભવે તીર્થંકરદેવ થયા. અને અજિતાદિ ૧૭ જિનેશ્વરદેવે સમ્યકત્વ પામ્યા પછી ત્રીજા ભવે તીર્થંકર પદવી પામ્યા હતા. તેજપ્રમાણે આપણું ચાલુ વાર્તાના નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી સંસારમાં મનુષ્ય-હાથી-દેવ મનુષ્યને દેવના ભવ કરી દશમા ભવે શ્રીજિનેશ્વરદેવપણે ઉત્પન્ન થયા. હવે આપણે તેમને દશમે ભવ વિચારીએ.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, કાશીદેશમાં, વારણ અને અસિ નામની બે નદીઓની બરાબર મધ્યમાં, વારાણસી નામની નગરીમાં, ઐશ્વર્ય-રુપ અને પ્રતિભાવડે ઈન્દ્રની જેવા તેજસ્વી, અશ્વસેનનામે રાજા રાજ્ય કરે છે. તેમને રુપ અને લાવણ્યગુણે લક્ષ્મીના જેવી, કલાગુણે સરસ્વતી જેવી, અને શીલગુણે સીતા વિગેરે મહાસતીઓમાં પ્રાપ્તરેખા, વામાદેવીનામે મહાપટ્ટરાણી હતાં.
મહાપુણ્યશાલી રાજા-રાણી દંપતીના દેવતાઈ સુખમય દિવસે વ્યતીત થતા હતા. ત્યારે ઈસુના સંવત–પૂર્વે ૮૭૬ વર્ષ અગાઉ અને વિક્રમ સંવત પૂર્વે ૮૨૦ વર્ષ પહેલાં ચિત્ર