________________
૧૨૮
કમ ખપાવવા ગુરુઆજ્ઞાથી એકાકી વિહાર કરતા આકાશગામિની લબ્ધિથી મુકચ્છ નામની વિજયમાં પધાર્યા.
આ માજુ કમઠને આત્મા ચેાથાભવમાં સર્પ હતા તે મરીને છઠ્ઠી નરકે ગયા અને નરકગતિનાં ભયંકર દુઃખા ભાગવીને, ત્યાંનું આયુ પૂર્ણ કરીને, સુવિજયમાં જવલન પર્વતની નજીકમાં કુરંગક નામે ભિલ થયા. “અધમ આત્માઆના ખીજાએને ખૂખદુઃખ આપવાં અને પોતે નરકનાં રૌરવ દુઃખા ભાગવવાં એ બે વ્યવસાય પ્રાયઃ મુખ્યપણે હાય છે.”
જાણે સાક્ષાત્ પાપને! પિંડજ ન હોય, અથવા શરીરધારિણી કૃષ્ણલેશ્યા જ ન હોય તેવા શ્યામ અને અતિ વિકરાળ કુર્ગક ભિલ હાથમાં ધનુષ્ય-ખાણ લઈ ને વનમાં નિરંતર ભટક્યા કરે છે. અને અનેક નિરપરાધી જીવાનેા વધ કરીને માંસાહારમય જીવન વીતાવે છે. તેવામાં એકદા વજ્રનાભ રાજર્ષિ વિહાર કરતા તે જ જ્વલન પર્વતની ઉપર આવી રાત્રિના સમયમાં ધ્યાનમગ્ન રહ્યા, ત્યાં રાત્રિમાં ઘણા શ્વાપદપશુઓના વિવિધ ઉપસર્ગો સહન કરીને દિવસે પણ તેજ સ્થાનમાં ધ્યાનમાં રહ્યા.
આ બાજુ પાપ કરવાના જ વ્યસનવાળા કુરંગક – ભિલ તે સ્થાનમાં આભ્યા અને વજ્રનાભ મહામુનીશ્વરને જોયા, જોતાંની સાથે જ જાતિસ્વભાવથી, પૂર્વ-ભવના એકપાક્ષિક વૈરથી અને દરરાજના અભ્યાસથી મુનિરાજને મારી નાખવાની ભાવના જાગૃત થઇ અને તત્કાલ ધનુષ્ય ચડાવ્યું અને એક જ ખાણના પ્રહારથી મહાત્મા મુનીશ્વરને જમીન ઉપર પાડી નાખ્યા. મુનિરાજ માણુ પ્રહારની પીડાથી વેદના–વિલ થવા છતાં જરા પણ દ્વેષ કે નિર્માલ્યતા લાવ્યા સિવાય સાત્ત્વિક ભાવને અવલંબી