________________
૧૨૨
અને પુત્રવધુઓના કે પરિવાર તરફથી થતા અનાદર પામી ઘરઉપર દ્વેષભાવ સેવી મરે છે. કહ્યું છે કે ઃ
“વૃદ્ધસ્ય નૃતમાર્ચય, પુત્રાધીનધનસ્ય ચ । स्नूषावाक्येन दग्धस्य, जीविताद् मरणं वरं ॥ १ ॥ ”
અર્થ :-ઘડપણ આવ્યું હોય, પત્ની મરી ગઈ હેાય, પૈસા-ટકા છેકરાઓને સ્વાધીન થઈ ગયા હોય અને પુત્રવધુએના તિરસ્કાર સાંભળવા પડતા હોય ત્યારે એવું જીવન જીવવા કરતાં મરવું એ વધુ સારૂ છે. એમ નીતિકારો કહે છે. દેવતિમાં પણ દુઃખ.
દેવગતિ પણ અનેક જાતિનાં માનસિક દુ:ખાથી ભરપૂર હોય છે. માટા ભાગના દેવા મરણકાલ પહેલાં છ માસ સુધી કાળા કલ્પાંત કરે છે. અરેરે અમારે આ વિમાને, આ રિદ્ધિ, આ અપ્સરા, આ પરિવાર, આ સુખ, આવી શક્તિ, આવી ગતિ, આવાં રત્ને, આવાં કલ્પવૃક્ષે આ બધુ... છેડવું. પડશે? અરેરે અમારે મહા ગંદવાડથી ભરેલા મનુષ્યનારીના કે પશુનારીના ઉત્તરમાં ઉત્પન્ન થવું પડશે? હવે અસને અમારા આ દેવભાગે। પુનઃ ક્યારે સાંપડશે ? આમ અનેક પ્રકારના દુર્ધ્યાન કરીને, મનુષ્યગતિમાં કે તિયંચગતિમાં ચાલ્યા જાય છે.
તથા અપદ્ધિદેવાને સ્વામીએ વાઈન્દ્રો અને મહર્ષિદેવે તરથી ઘણાં અપમાને થાય છે. તેમના વાહનબનવું પડેછે. તેમની સભાઓમાં નાચ વગેરે કરવા પડેછે. ઢોલ મૃદાંગ વિગેરે વગાડવા પડે છે. તેમનાં પ્રેષ્ય કાર્ય કરવાં પડે છે. તેએ કાઢી મૂકે તે સ્થાનના ત્યાગ કરી સ્થાનાંતરમાં વસવુ પડે છે. તેઓ જ્યાં લઈ જાય ત્યાં જવું પડે છે.