________________
૧૧૫
માતાના પેટમાં ઉંધા મસ્તકે લટકીને ભયંકર દુઃખ ભોગવવાં પડે છે, તેમાં કેટલાય આત્માઓ અધુરા આયુષે ગર્ભમાંજ મરણ પામે છે. કેટલીએ કુલટાઓ, અધમસ્ત્રીઓ, વેશ્યાઓ, વિધવાઓ, વૃદ્ધાકુમારીઓ અને પ્રેષિતભર્તૃકાઓ [ વર્ષોથી જેના પતિ પરદેશ રહેલા હોય તેવી સ્ત્રીઓ] વિગેરે જેઓ અનાચાર સેવી ગર્ભવતી થાય છે તેમાં અનેક જાતના ક્ષારોનું સેવન કરીને ગર્ભપાત કરે છે. દવાખાનાઓમાં અને વિદ્યો પાસે જઈ ગર્ભપાત કરાવે છે
કદાચ પૂર્ણ માસે પ્રસવ થાય તે કેટલીક કુલટાએ પિતાના પાપાચારે ઢાંકવા સારૂ નાનાં બાળકને જીવતાં જ જમીનમાં દાટી નાંખે છે. કેટલીક ઉના ધખધખતા પાણીમાં ભેળી મારી નાખીને જમીનમાં દાટે છે. કેટલીક કુલટાઓ શૂન્યસ્થાનમાં કે રાજ્યમાર્ગમાં કે ધર્મસ્થાનમાં તુરતનાં જન્મેલાં બાળકોને છેડી દે છે. આ રીતે મનુષ્યગતિમાં ગર્ભાવાસમાં જીવને મહાદુઃખ અને મહાજખમ વેઠીને કોઈનો જન્મ થાય પછી પણ કોઈની માતા મરી જાય છે. કેઈને પિતા મરણ પામે છે. કેઈક બાળક પિતે જન્મ પામીને રેશમાં રીબાય છે. કેટલાક તદ્દન આલ્યવયમાં અધુરા આયુષથી બિચારા માનવ જન્મને ફેરે (ગુમાવીને પશુ આદિ ગતિઓમાં ચાલ્યા જાય છે. ' આમ બાલ્યાવસ્થામાં દરિયાઈ વહાણની મુસાફરી જેવી અનેક મુંઝવણે વટાવીને આત્મા યૌવનવય પામે છે એટલે ગયા જન્મનાં અને બાલ્યવયનાં ગર્ભાવાસનાં બધાં દુઃખે તદ્દન -ભૂલી જાય છે. અને પાછાં પાપે ભેગાં કરવાને ઉન્માદ શરુ થાય છે. તેમાં સૌ પ્રથમ પાણગ્રહણના વિચારે અને વિકારેનું આંદોલન શરુ થાય છે. અને પિતાને અનુરુપ સહચરની શોધ શરુ કરે છે.