________________
૧૦૫ સુગુરુને વિનય-વૈયાવચ્ચ કરવાપૂર્વક શાને અભ્યાસ કરી ગીતાર્થ થયા.
શંકા –ગીતાર્થ એટલે શું ? સમાધાન –“કાલે વિષ્ણુએ બહુમાણે.' આદિ જ્ઞાનના આઠ આચાર સાચવવાપૂર્વક પોતાની યોગ્યતા વડે ગુરુમહારાજ પાસેથી સૂત્રાર્થ પામેલા ત્યારપછી ઉત્સર્ગ–અપવાદના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય તેમાંથી પસાર થયેલા તથા બીજા પણ અનેક દર્શનનો અભ્યાસ કરીને સંપૂર્ણ પરિપકવ બુદ્ધિવાળા બનેલા મહાને ગુરુ મહારાજ સર્વ સૂત્રો ભણવા–ભણાવવાની રજા આપે. અને સમુદાયના વડીલ બનાવે. તેવા આચાર્ય ગીતાર્થ કહેવાય છે.
હવે કિરણવેગ મુનિ ગુરુ આજ્ઞા પામીને એકાકી વિહાર કરતા આકાશમાર્ગે પુષ્કરદ્વીપમાં પધાર્યા. આ બાજુ કમઠના જીવ કુટસપે ઘણી હિંસા કરી અનેક પાપે સેવી મરણ પામીને, ધૂમપ્રભા નામની પાંચમી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે. અને ૧૭ સાગરોપમ સુધી રૌરવ દુઃખે ભેગવીને ત્યાંથી મરીને પુષ્કરદ્વીપને હિમાચલ પર્વતની ગુફામાં ફરી પણ મહાભયંકર સપપણે ઉત્પન્ન થયે. અને અનેક પ્રાણીઓનાં ભક્ષણ કરત નિરંકુશપણે વનમાં ભટક્ત જ્યાં આગળ કિરણગ મુનિરાજ ધ્યાનમાં ઉભેલા છે ત્યાં આવ્યો. મુનિરાજની ઉપર તેની દષ્ટિ પડી તુરત જ ગયા જન્મના દુષ્ટ સંસ્કાર જાગૃત થયા અને મુનીશ્વર કિરણગ ઉપર તૂટી પડ્યો. વિશ્વવ્યાપ્ત ઇંટ્રાઓથી શ્વાનની માફક ઘણી જગ્યાએ દંશ કરીને ચાલે ગયે.