________________
૧૦૬
ધ્યાનમાં ઉભેલા મુનિરાજે ઉપસર્ગ આવેલે જાણી આરાધના શરૂ કરી. ચારે આહારનો ત્યાગ કર્યો. ચાર શરણને સ્વીકાર કર્યો. અઢારે પાપસ્થાનકેનો ત્યાગ કર્યો. સર્વજીને ખમાવ્યા. દંશ કરનાર સર્ષને પણ મિત્રતુલ્ય માની દુષ્કતની નિન્દા કરી. આ રીતે શુભ ભાવનાઓમાં આરૂઢ થયેલા મુનિરાજ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરી સમાધિપૂર્વક કાલધર્મ પામી ૧૨મા દેવલે કે ૨૨ સાગરોપમના આયુષવાળા દેવ થયા
આ બાજુ કમઠને આત્મા સ મહામુનિરાજને ઘાત કરીને ઘણજ ખુશી થતું અને બીજા પણ અનેક જીવન કેળીઆ કરતે, પિતાના પરાક્રમમાં કુલાતે, રૌદ્રધ્યાનમય જીવન વીતાવવા લાગે. આયુષ પૂર્ણ થતાં મરણ પામીને છઠ્ઠી નરકમાં બાવીશ સાગરોપમના આયુષે નારકીપણે ઉત્પન્ન થયે.
એ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ સ્વામીને ચોથ અને પાંચમ ભવ કહ્યો. શ્રીપાર્થપ્રભુને વજૂનાભ રાજા તરીકે છો ભવ.
આ જંબુદ્વીપના પશ્ચિમમહાવિદેહમાં સુગંધિ નામની વિજયમાં દેવપુરી જેવી શુભકરા નામની મહા નગરી શોભે છે. તે નગરીમાં અનેક ગુણગણાલંકૃત અને મહાભાગ્યનિધાન વજવીય નામને રાજા રાજ્ય કરે છે. તે રાજાને જાણે સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર જ હેય નહિ? તેવી લક્ષ્મીવતી નામની શીલાદિ અનેક સદ્ગણેની પેટી સમાન મહાપટ્ટરાણું છે. દેવ જેવાં સુખે ભેગવતાં રાજા-રાણને આંખના પલકારાની