________________
૧૦૮
નારકીના જીવને જીવનભરમાં આંખ મીંચી અને ઉઘાડીયે તેટલી વાર પણ સુખ હોતું નથી, પરંતુ પરમાધામિએ કરેલ, ક્ષેત્ર સ્વભાવથી થએલ, રોગોના સંપર્કથી ઉપજેલ, પુષ્કળ દુઃખે જ હોય છે.
શકા–સુખ અને દુઃખને અભાવ એ બે એક જ છે કે જુદાં કહેવાય છે?
સમાધાન–અને જુદાં છે, રોગ વિયેગાદિના સભાવને દુઃખ કહેવાય છે, જેમ શરીરમાં રોગ ઉત્પન્ન થવાથી દુઃખ થાય છે, પુત્રાદિના મરણાદિથી-વિયેગ થવાથી દુઃખ થાય છે, ખાન-પાનને નાશ થવાથી-અભાવ થવાથી દુઃખ થાય છે અને વિલાસો વગેરેની પ્રાપ્તિ. દેવત્વ, નૃપત્વ, ધનાઢયત્વ આદિની પ્રાપ્તિ સુખ કહેવાય છે એટલે ઉપરોક્ત રિગ-વિયેગાદિને અભાવ અને સામગ્રીના સદ્દભાવનું સુખ સાક્ષાત્ જુદાં લેખાય છે. તેથી નારકીના જીવને સદાકાળ દુઃખને સદ્ભાવ જ હોય છે અને ખાન-પાન જેવી વસ્તુનું જરાપણ સુખ હતું જ નથી. નારકીના છ ક્ષેત્રની વેદનાં ખૂબજ ભગવે છે. તેમના શરીરમાં હજારો-લાખે, કોડે રેગો ચાલુ જ રહે છે. નારકીના જે પરસ્પર વિરે સંભાળી લડાઈઓ કર્યા જ કરે છે એટલે પરસ્પરના ઝગડાથી સર્વકાળ સળગેલા જ રહે છે. નારકીના જીવન પરમાધામી દે જુદી જુદી વ્યવસ્થાઓથી દુઃખ દીધા જ કરે છે. કેવલી ભગવાન પણ નારકીનું પૂર્ણ દુઃખ વર્ણવી શકતા નથી.
પશુગતિ પણ મહાદુઃખની ખાણ છે.